તથ્ય પટેલના આલ્કોહોલ રિપોર્ટને લઈ અમદાવાદ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
ઈસ્કોન બ્રિજ પર બે દિવસ પહેલા મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેગુઆર ચાલક તથ્ય પટેલે અકસ્માત સર્જી 9 લોકોના જીવ લીધા હતા.આ ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે.આ મામલો પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ મામલે ગઈ કાલે આરોપી તથ્ય પટેલ અને તેમના પિતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોંર્ટે તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે જ્યારે તેમના પિતાને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આ મામલે ટ્રાફિક DCP નીતા દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અકસ્માત મામલે ટ્રાફિક DCP નીતા દેસાઈનું નિવેદન
ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે ટ્રાફિક DCP નીતા દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ’20 જુલાઈના રોજ અકસ્માત કરનારને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યા છે’. અમારી તપાસ હજી પૂરી થઈ નથી. તથ્ય પટેલ 20 તારીખના અકસ્માત પહેલા 19 જુલાઈએ તેઓ ક્યાં ગયા હતા કોની સાથે ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી? આ તમામ તપાસ કરવામાં આવશે.
તથ્ય પોલીસને જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. તો સાથે સાથે કારની સ્પીડ અંગે પણ તે ચોક્કસ જવાબ આપી શક્યો નથી.તથ્યને જયારે પૂછવામાં આવ્યું કે કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતના જવાબો પણ તે નથી આપી શક્યો. આ તમામ બાબતોની તપાસ બાકી છે.
તથ્યનો બ્લડ આલ્કોહોલ રિપોર્ટ આવ્યો સામે
તથ્યનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગાડીની સ્પીડ 120 હોવાની કબૂલાત કરી રહ્યો છે તે મુદ્દે સવાલ પૂછતાં ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં તથ્યએ ક્યારેય પણ પોલીસ સમક્ષ 120ની સ્પીડ હોવાનું કબુલ્યુ નથી. આ સાથે જ તેમના આલ્કોહોલના સેવનને લઈને તેમણે જણાવ્યું કે તથ્ય અને તેના મિત્રોના રિપોર્ટમાં ક્યાય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી. મેડિકલ રિપોર્ટમાં પણ ક્યાય તથ્યને ગંભીર ઈજા થઈ હોય એવુ નથી આવ્યુ. આ સાથે તથ્યના ફોનની ચકાસણી માટે FSLમાં મોકલવાના બાકી છે તેમજ DNA, ડ્રગ્સ અંગેનો રિપોર્ટ હજૂ આવવાનો બાકી છે. આ તમામ તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે છે.