અમદાવાદ : પ્રદૂષણ અટકાવવા માટે કમિશ્નરે નવા-જૂના કન્સ્ટ્રક્શન માટે જાહેર કરી આવશ્યક સૂચના
અમદાવાદમાં તાજેતરમાં સાબરમતી નદીમાં પ્રદૂષણના મુદ્દાના કારણે ભારે ટીકા થઈ રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક ધોરણે હવે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કોઈપણ વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઈટના કારણે રોડ ઉપર ધૂળ કે માટી ફેલાય અથવા તો બાંધકામ સામગ્રી સાથેના વાહનો દ્વારા રસ્તા ઉપર ફેલાતી માટીથી પ્રદૂષણ ફેલાતુ જણાય એવા કિસ્સામાં બિલ્ડરને આપવામાં આવેલી બાંધકામ માટેની રજા ચિઠ્ઠી રદ્દ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : જંત્રીના દર વધારાથી ક્યાંક ખુશી ક્યાંક ગમ !, શું થશે તમને અસર ?
ચાલુ બાંધકામની સાઈટ્સ પર પર્યાવરણની જાળવણી તથા શ્રમિકો,આજુબાજુની મિલકતો અને જાહેર સલામતી અંગે સંબંધિત અરજદાર/માલિક/ડેવલપર/એન્જીનીયરની જ જવાબદારી હોય છે માટે,એ અનુસંધાને દર્શાવેલા પૂરતા પગલા લેવા અન્યથા રજાચિઠ્ઠી સ્થગિત કરવા સહિત કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
લાગતાવળગતા નોંધ લેશો pic.twitter.com/UTerXFU1Sr— Amdavad Municipal Corporation (@AmdavadAMC) February 5, 2023
શું છે નવા નિયમ ?
શનિવારે અમદાવાદ AMC મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા એસ્ટેટ વિભાગને જણાવ્યું છેકે, હવાના વધતા જતા પ્રદૂષણને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. AMC ના હદ વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઈટ ઉપર સલામતી અને પર્યાવરણની જાળવણી અંગે પૂરતા પગલા લેવાની પ્રાથમિક જવાબદારી બિલ્ડર,ડેવલપર કે એન્જિનિયરની છે. જેમાં બાંધકામ સાઈટ ઉપર કરવામાં આવતી બાંધકામ કે ડિમોલીશનની કામગીરીને કારણે તે સ્થળે હવાનુ પ્રદૂષણ ના ફેલાય રસ્તા ઉપર ધૂળ ના ઉડે કે માટી ના ફેલાય અને સાઈટ આસપાસ આવેલી મિલકત કે વ્યકિતઓને નુકસાન ના થાય તે માટે તકેદારીના પગલા બિલ્ડર દ્વારા લેવામાં આવે એ જરુરી છે.
AMC કમિશ્નર દ્વારા સાત ઝોનમાં ફરજ બજાવતા એસ્ટેટ વિભાગના અધિકારીઓથી લઈ વોર્ડ ઈન્સપેકટર સુધીના તમામને હવાના વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવાના ભાગરુપે ગાઈડલાઈનનો અમલ કરવા પણ કહેવામાં આવ્યુ છે. આ માટે એસ્ટેટ વિભાગ માટે તેમણે ગાઈડલાઈન પણ જારી કરી છે. કમિશનર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનુ ચુસ્ત અમલ એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટરથી લઈ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સુધીના તમામને બિલ્ડર,ડેવલપર કે એન્જિનિયર પાસે કરાવવાનુ રહેશે.
બાંધકામ સાઈટ ઉપર બિલ્ડર-ડેવલપરે આટલી કાર્યવાહી ચોકકસ કરવી પડશે
- ચાલુ બાંધકામની સાઈટ ઉપર રજા ચિઠ્ઠીમાં જણાવવામાં આવેલી શરત મુજબ પ્લોટની હદમાં પતરાની વાડ(બેરીકેડસ) ઉપરાંત ઉડતી ધૂળને નિયંત્રિત કરવા પર્યાપ્ત ઉંચાઈ સુધીના પડદાની વ્યવસ્થા કરવાની રહેશે.
- ઈમારતી માલસામાન કાટમાળના કારણે ધૂળ-રજકણ ના ઉડે એ માટે સાઈટ તથા મટીરીયલ યોગ્ય કપડાથી ઢાંકેલા રાખવા પડશે.
- લુઝ મટીરીયલના ઉડતા રજકણવાળી જગ્યાએ પાણીનો છંટકાવ કરી યોગ્ય રીતે ઢાંકેલા રાખવા પડશે.
- ચાલુ બાંધકામની સાઈટ આસપાસના અવર-જવર માટેના આંતરીક રસ્તા યોગ્ય રીતે પેવીંગ કરેલા હોય એ જોવાનુ રહેશે.
- સાઈટ ઉપર ખોદકામ ચાલુ હોય એવા સમયે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટ્રક-વ્હીકલના ટાયરમાં ચોંટેલી માટીના કારણે રસ્તા ઉપર ગંદકી ના ફેલાય તેનું ધ્યાન રાખવુ પડશે.
- વાહનોની અવર-જવરના કારણે રસ્તા,ફૂટપાથ અને મ્યુનિ.મિલકતોને નુકસાન ના થાય એ ધ્યાનમા રાખવુ પડશે.
- સાઈટ ઉપર ઉત્પન્ન થતા કીચનવેસ્ટના નિકાલની વ્યવસ્થા બિલ્ડર-ડેવલપરે કરવાની રહેશે.
- બેઝમેન્ટમાં ખોદકામ સમયે સલામતીની તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
- બાંધકામ સ્થળેથી નિકળતી ડેબરીઝ કે અન્ય કાટમાળનો નિકાલ ડેઝીગ્નેટેડ કલેકશન સેન્ટરમાં જ કરવાનો રહેશે.
- બિલ્ડિંગ મટીરીયલ કે અન્ય કાટમાળ પ્લોટની બહાર કે રસ્તા ઉપરની જગ્યા ઉપર મુકવામાં ના આવે એ માટે તકેદારી રાખવાની રહેશે.
આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા