ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટની જડબેસલાક સુરક્ષા, જાણો કેટલા પોલીસ કર્મચારી રહેશે હાજર

Text To Speech
  • અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની
  • કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે
  • બે ટેમ્પરરી હોસ્પિટલ, કાર્ડિયાક ફેસિલિટી સાથેની 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. બે દિવસીય કોન્સર્ટમાં આશરે 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિત NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા તૈનાત કરાશે.

સુરક્ષામાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 3581 પોલીસકર્મી

અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે લોકોની સુરક્ષા અને સ્વસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં લોકોની સુરક્ષામાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 3581 પોલીસકર્મી, 1 NSG ટીમ, 1 SDRF સહિતા સ્ટાફ તૈનાત રહેશે. બે દિવસીય કોલ્ડપ્લે કોન્સર્ટમાં સ્ટેડિયમ ખાતે આવનારા લાખોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાણીથી થઈને તમામ સુવિધા કરવામાં આવી છે. જેમાં બે ટેમ્પરરી હોસ્પિટલ, કાર્ડિયાક ફેસિલિટી સાથેની 7 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય ટીમ તૈનાત રહેશે.

કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે

કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર ફોર વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ ટુ વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર ફોર વ્હીલર, 10 હજાર ટુ વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.

એપ ડાઉનલોડ કરવા માટે onelink.to લિંક પર ક્લિક કરો

પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરવા માટે Show My Parking એપ Android અને iOS પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. એપ ડાઉનલોડ કરવા માટે onelink.to લિંક પર ક્લિક કરો. આ ઉપરાંત WhatsApp પર +91 95120 15227 નંબર પર “Hi” મોકલો અને લખી સ્ટેપ ફોલો કરી પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત: ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

Back to top button