અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ ?

Text To Speech
  • નારોલ જમીન ઠગાઈ કેસમાં મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો
  • કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કર્યો આદેશ
  • જામીન અરજી પર મંગળવારે સુનાવણી હાથ ધરાશે

નારોલ જમીન છેતરપિંડી કેસમાં મહાઠગ કિરણ પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો છે. તેમજ આરોપી કિરણ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે મેટ્રો કોર્ટમાં આવતા મંગળવારે કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરવામા આવશે.

કિરણ પટેલ કેસ - Humedekhengenews

મેટ્રો કોર્ટેમાં કિરણ પટેલને રજૂ કરાયો

પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે નકલી ઓળખ આપી જમ્મુ કાશ્મીરમાં વીઆઇપી સિક્યોરિટી સાથે ફરતા મહાઠગ કિરણ પટેલ સામે અનેક ગુના નોંધાયા છે. ત્યારે ઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ના નારોલમાં પણ જમીન વેચવા મામલે 80 લાખની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાબતે તેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી તેને કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. મેટ્રો કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત જેલહવાલે થવાનો આદેશ કરતા આરોપી કિરણ પટેલે કોર્ટમાં જામીન અરજી કરી હતી.હવે મેટ્રો કોર્ટ મંગળવારે કિરણ પટેલની રેગ્યુલર જામીન અરજી પર સુનાવણી કરશે.

2017માં જમીનના સોદામાં કરી હતી છેતરપીંડી

અમદાવાદ દક્ષિણ બોપલના ડેવલોપર ઉપેન્દ્રસિંહ ચાવડાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે કાશ્મીરમાં પકડાયેલા ઠગ કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીકે કથિત રીતે 2017માં જમીનના સોદામાં તેની સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

 આ પણ વાંચો : અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક, ઘોડિયામાં સૂઈ રહેલ બાળક પર 3 શ્વાનોએ કર્યો હુમલો

Back to top button