અમદાવાદ: સાબરમતીમાં દૂષિત પાણી છોડતા પ્રોસેસ હાઉસ ઉપર તોળાતો ખતરો
- કેમિકલયુક્ત પાણી છોડવા મામલે GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ હતી
- બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી 600 જેટલી ફેક્ટરીઓ 4 વર્ષ બાદ શરૂ થઈ
- પાણી ટ્રીટ કર્યા વિના છોડાતું હોવાને કારણે નદી દૂષિત થતી હોવાની ગંભીર નોંધ HCએ લીધી
અમદાવાદમાં સાબરમતી નદિમાં દૂષિત પાણી છોડતા પ્રોસેસ હાઉસ ઉપર તોળાતો ખતરો છે. જેમાં GPCBની ક્લોઝર નોટિસની મુદત મેના પ્રથમ સપ્તાહમાં પૂરી થવાની તૈયારીમાં છે. ત્યારે NGTના ધોરણોનું પાલન થતું નથી, 30 MLDનો CETP પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં છે. તેમજ બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી 600 જેટલી ફેક્ટરીઓ 4 વર્ષ બાદ શરૂ થઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
કેમિકલયુક્ત પાણી છોડવા મામલે GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ હતી
શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડા, બહેરામપુરા વિસ્તારમાં આવેલા આવેલ સ્ક્રીન પ્રિન્ટિંગ, પ્રોસેસ હાઉસો સહિતના 500 જેટલા યુનિટ દ્વારા સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વિના કેમિકલયુક્ત પાણી છોડવા મામલે GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ હતી. આ નોટિસની મુદત મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂરી થઈ રહી હોવાથી આ યુનિટો સામે બંધ થવાનો ખતરો તોળાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યુનિટો બંધ કરવાની નોબત ન આવે તે હેતુસર એસોસિએશનના અગ્રણીઓ દ્વારા નદીમાં ઓછું પ્રદૂષિત પાણી છોડવા માટે મેમ્બરોને સમજાવાયા હોવાનું જાણવા મળે છે.
પાણી ટ્રીટ કર્યા વિના છોડાતું હોવાને કારણે નદી દૂષિત થતી હોવાની ગંભીર નોંધ HCએ લીધી
આ પ્રોસેસ યુનિટો દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)ના ધોરણોનું પાલન થતું ન હોવાને પગલે અગાઉ GPCBએ નોટિસ આપ્યા પછી 30 MLDનો CETP પ્લાન્ટ બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી. AMC અને પ્રોસસ યુનિટોનો એસોસિએશન દ્વારા 30 MLDની કેપેસિટીનો CETP પ્લાન્ટ તૈયાર કરાયો હતો. પરંતુ દાણીલીમડા અને બહેરામપુરાની ફેક્ટરીઓ, પ્રોસેસ યુનિટો દ્વારા લગભગ 42 MLD જેટલું પાણી ટ્રીટ કર્યા વિના છોડાતું હોવાને કારણે નદી દૂષિત થતી હોવાની ગંભીર નોંધ HCએ લીધી હતી. ત્યારબાદ GPCB, AMCને પગલાં લેવા આદેશ આપ્યો હતો.
બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી 600 જેટલી ફેક્ટરીઓ 4 વર્ષ બાદ શરૂ થઈ
અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશનને GPCBએ ક્લોઝર નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, CETP પ્લાન્ટની ક્ષમતા અને ક્વોલિટી મુજબ જ ટ્રીટ કરેલું પાણી છોડવાનું રહેશે. ઇનલેટ અને આઉટલેટમાં કઈ ક્વોલિટી અને કેટલી ક્ષમતા મુજબ પાણી છોડવામાં આવ્યું છે. તેનો રેકોર્ડ GPCBને દર મહિનાની 7 તારીખે આપવાનો રહેશે. બહેરામપુરા અને દાણીલીમડામાં આવેલી 600 જેટલી ફેક્ટરીઓ 4 વર્ષ બાદ શરૂ થઈ હતી.