અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો, બંદૂકો, તલવારો રાખનારાઓ ચેતી જજો: DCP અજીત રાજયાન

Text To Speech

22 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; શહેર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો બંદૂકો તલવારો રાખનારાઓને હવે મૂકવામાં નહીં આવે તેવી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આવી પ્રવૃત્તિઓ કરનારાઓને ચલાવી લેવામાં નહીં આવે, તેથી આવા તમામ ઈસમો વિરુદ્ધ સમગ્ર અમદાવાદ શહેર તથા જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રખાશે નજર
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યાને HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો, છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો વગેરે રાખનારા વ્યક્તિઓ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમજ whatsapp ગ્રુપ, whatsapp સ્ટેટસ, instagram, facebook અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો, જવલનશીલ સામગ્રી વગેરે જેવા હથિયારોના ફોટા પોસ્ટ કરનારા વ્યક્તિઓ સામે પણ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

સામાન્ય જનતાને સહયોગ આપવા અપીલ
ડીસીપીએ ઉમેર્યું હતું કે કોઈપણ જાગૃત નાગરિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને whatsapp મોબાઈલ નંબર 63 59 62 53 65 પર જાણ કરી શકે છે. ખાસ કરીને નગરજનોને વિનંતી કરી છે કે આવા વ્યક્તિઓના ફોટા નામ અને સરનામું અથવા સ્થાન અમને આ નંબર ઉપર શેર કરી સહયોગ આપે, જેથી અમદાવાદ શહેરને વધુને વધુ સુરક્ષિત આપના સહયોગથી બનાવી શકાય. અને ખાસ કરીને આવી માહિતી આપનાર તમામ લોકોની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આપવામાં આવશે.

Back to top button