ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: આ રેલવે ઓવરબ્રિજ 10 દિવસ માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

Text To Speech
  • 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી
  • મણિનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ
  • બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ

અમદાવાદ શહેરમાં હાલ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના કારણે ઘણીવાર અમુક રસ્તાઓ અને બ્રિજ બંધ કરવા પડે છે. ત્યારે મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ આજથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે.

10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી

વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરુ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મણિનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ

18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે.

Back to top button