ધર્મ

અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારજનો શતાબ્દી મહોત્સવ માટેે આ રીતે તૈયાર થઈ રહી છે સાઈટ, જાણો રસપ્રદ માહિતીઓ

આગામી દિવસોમાં અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સની ભવ્યાતિભવ્ય ક્રાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સરદાર પટેલ રીંગ રોડ પર ભાડજ-ઓગણજ સર્કલ વચ્ચે 600 એકર જમીન પર તેયાર કરવામાં આવી રહ્યો છે.

લોકસેવા, સંસ્કૃતિ પ્રસારક અને આધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી પાવન મહોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે અમદાવાદન આંગણે ઉજવાવવા જે રહ્યો છે. આ મહોત્સમાં પ્રતિદિન 5 લાખ મુલાકાતીઓની આવવાની સંભાવના છે.

આગામી દિવસોમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન શતાબ્દી મહોત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના જીવનકાળ, સમાજ ઉદેશના કાર્ય, તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યોને વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવશે.


અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારજનો શતાબ્દી મહોત્સવ માટેે આ રીતે તૈયાર થઈ રહી છે સાઈટ, જાણો રસપ્રદ માહિતીઓ - humdekhengenews

પ્રમુખસ્વામી મહારાજ નગર

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર આ નગરનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ નગર નિર્માણીધીન છે. આ નગરમાં પ્રમુખસ્વામી મહાર્જના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોની પ્રસ્તુતિઓથી વાતાવરણ ભક્તિમય બનશે.

આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી માટે BTP ની યાદી જાહેર પણ સુપ્રીમો ‘છોટુ વસાવા’નું જ નામ નહીં

આ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડીત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે. જેમાં મહોત્સવ સ્થળે પધારતા ભાવી ભક્તોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ પરથી પણ પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારની ઝલક જોઈ શકાય છે. આ પ્રવેશદ્વાર 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે.જેમાં ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધરની ઝલક જોવા મળશે. મહોત્સવ સ્થળની બને બાજુ પાર્કિંગ ની વિશાળ જગ્યા આપવામાં આવી છે. વાત કરીએ અન્ય 6 દ્વારની તો ટે પણ ભારતીય કલાકારીગરીન ઉત્કૃષ્ટ નમૂના છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફુટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

ભવ્ય સ્મારક પ્રતિમા

નગરમાં પ્રવેશતની સાથે જ એક વિશાળ વર્તુળ વચ્ચે 15 ફુટ ઊંચી પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ 30 ફુટ ઉંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ પ્રતિમાની આસપાસના વર્તુળમાં પ્રમુખસ્વામી મહારાજની જીવન ગાથા પ્રદર્શિત કરવમાં આવશે.


અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારજનો શતાબ્દી મહોત્સવ માટેે આ રીતે તૈયાર થઈ રહી છે સાઈટ, જાણો રસપ્રદ માહિતીઓ - humdekhengenews

દિલ્હી અક્ષરધામની ઝલક

નગરની મધ્યમાં દિલ્હી ખાતે રચેલા પ્રમુખસ્વામી મહારજ દ્વારા રચિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની વિશાળ પ્રતિકૃતિ રચવામાં આવી છે. જે 67 ફુટ ઊંચા આવ અક્ષરધામ મંદિરમાં ભગવાનના વિવિધ સ્વરૂપોના ભક્તો દર્શન કરી શકશે.

પ્રેરણારૂપી પ્રદેશન ખંડો

પ્રમુખસ્વામી મહારજ નગરના મધ્ય માર્ગની બને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મોલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મુલ્યો જીવનઘડતર, પારિવારી શાંત, વ્યસન મુક્તિ વગેરેની પ્રસ્તુતિઓ દર્શનાર્થીઓ માટે પ્રેરણારૂપી ઝરણું સાબિત થશે.

લાઈટ અને સાઉન્ડ શો

આટલા બધા આકર્ષણના કેન્દ્રો વચ્ચે દર્શનાર્થીઓ માટે વધુ એક આકર્ષણન અકેન્દ્ર તરીકે લાઈટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમ સ્થળે રાત્રીના સમયે આ લાઈટ અને સાઉન્ડ શો યોજાશે. 300 કરતા વધુ બાળકો-યુવાનોની રંગારંગ પ્રસ્તુતિ દ્વારા અહી સંદેશ આપવામાં આવશે, જેમાં પારિવારીક એકતા, સેવા અને પરોપકારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૈદિક યજ્ઞ કુટીર, અખંડ ભજન કુટીર, રક્તદાન યજ્ઞ જેવી વિવિધ આધ્યાત્મિક અને સેવા-પ્રવૃતિઓનો જમાવડો જોવા મળશે.

Back to top button