અમદાવાદ: શહેરની આ કોલેજમાં MCAના ત્રીજા સેમેસ્ટરમાં રૂ.77,500નો ફી વધારો ઝીંકાયો
- એલ.જે.યુનિવર્સિટીએ જૂના વિદ્યાર્થી પાસેથી ફી વધારો માગ્યો
- વિદ્યાર્થીઓ પાસેથી સેમ-3ની ફી રૂ.46,000ના બદલે રૂ.77,500 માગી
- એફઆરસીએ કોલેજને નોટિસ ફટકારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું
અમદાવાદ શહેરની એલ.જે. યુનિવર્સિટીએ MCAના ત્રીજા સેમેસ્ટરમાં રૂ.77,500નો ફી વધારો ઝીંકાયો છે. એલ.જે. યુનિવર્સિટીએ MCAમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તમામ સેમેસ્ટર માટે ફી વધારો કરતાં વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ વધારાને ગેરવાજબી ગણાવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં રૂ.350 કરોડના ખર્ચે નવા 7 આઈકોનિક રોડ બનાવાશે
વિદ્યાર્થીઓ પાસેથી સેમ-3ની ફી રૂ.46,000ના બદલે રૂ.77,500 માગી
યુનિવર્સિટીએ એડમિશન વખતે વિદ્યાર્થીઓને સેમ-1ની ફી રૂ.54,500 અને સેમ-2,3,4 માટે રૂ.46,000 ફી હોવાનું જણાવ્યું હતું. પરંતુ 30 જુલાઈએ વિદ્યાર્થીઓ પાસેથી સેમ-3ની ફી રૂ.46,000ના બદલે રૂ.77,500 માગી છે. આ અંગેની જાણ વિદ્યાર્થી સંગઠનને થતાં એલ.જે.યુનિવર્સિટીમાં ડાયરેક્ટની ઓફિસની બહાર ફી વધારા વિરુદ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ અંગેની ફરિયાદો ઊઠતા એફઆરસીએ કોલેજને નોટિસ ફટકારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
એલ.જે.યુનિવર્સિટીએ જૂના વિદ્યાર્થી પાસેથી ફી વધારો માગ્યો
આ અંગે યુનિવર્સિટીને પૂછતાં તેમનું કહવું હતું કે, FRCએ ફીમાં વધારો કર્યો છે જે સેમ-3ના વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા મુજબ એડમિશન વખતે યુનિવર્સિટીએ ભવિષ્યમા ફી વધશે તો વિદ્યાર્થીઓએ ફી વધુ ભરવી પડશે તે અંગે લેખિત કે મૌખિક જાણ કરી ન હતી. FRCના નિયમ મુજબ જૂના એડમિશનને ફી વધારો લાગુ ના પડે, તેમ છતાં એલ.જે.યુનિવર્સિટીએ જૂના વિદ્યાર્થી પાસેથી ફી વધારો માગ્યો હતો. આ વધારામાં પહેલા સેમેસ્ટરનો રૂ.10,000, તેવી રીતે સેમ-2 અને 3 માટે પણ રૂ. 10,000ના વધારા સહિત કુલ રૂ.77,500ની માગણી કરી હતી. પહેલા અને બીજા સેમના પરિણામ આવી ગયા હોવા છતાં ફી વધારો માગવામાં આવી રહ્યો છે અને તેમાં પણ વિદ્યાર્થીઓની સહમતી લેવામાં આવી નથી.