અમદાવાદ : અઠવાડિયામાં ત્રીજા પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ


- કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
- 7 માર્ચે PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ
- 3 માર્ચે પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું
ખરાબ લાઇફસ્ટાઈલ અને ખાણી-પીણીમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક અઠવાડિયામાં ત્રણ પોલીસનું હાર્ટ એટેકથી મોત થવાથી પોલીસ બેડામાં શોકનો માહોલ છે.
કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સોમવારે (10 માર્ચ) હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈને વહેલી સવારે હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનુ મોત નિપજ્યુ હતુ. કોન્સ્ટેબલના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
7 માર્ચે PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ
અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે, જેમાં પોલીસનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ પહેલાં શુક્રવારે (7 માર્ચ) અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. પીઆઈ ખરાડી હાલ DG ઓફિસમાં કાર્યરત હતાં તે દરમિયાન અચાનક હાર્ટ અટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા હતાં.
3 માર્ચે પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું
આ અગાઉ ગત સોમવારે (3 માર્ચ) પણ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ : ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો