અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ગણેશ વિસર્જનમાં આ માર્ગો રહેશે બંધ, વૈકલ્પિક રૂટની આ છે વ્યવસ્થા

Text To Speech

અમદાવાદ, 14 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને હવે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો પોતાના ઘરમાં દોઢ દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ ગણપતિ બિરાજમાન રાખે છે. ભક્તો દ્વારા ગણેશ વિસર્જન ગણેશ સ્થાપનાના બીજા દિવસે, ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે અને 10મા દિવસે કરવામાં આવે છે.  અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે તંત્ર દ્વારા અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે 17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ વૈકલ્પિક રસ્તાની પણ માહિતી આપી છે.

ગણેશ ચતુર્થી પર જે રીતે ગણપતિ બાપ્પાનું આગમન ખૂબ જ ધામધૂમથી થાય છે. તેવી જ રીતે ગણેશ વિસર્જન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ દરમિયાન ગણેશ ભક્તો તેમજ સામાન્ય લોકોને તકલીફ ન પડે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે  17 સપ્ટેમ્બરે બપોરના 1 વાગ્યાથી અમુક રસ્તા બંધ કરવાની જાહેરાત કરી છે.  અમદાવાદમાં સાબરમતી નદીએ કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સાબરમતી નદી સાથે જોડાયેલા ઘણાં મુખ્ય રસ્તા અને બ્રિજને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસે આપી જાણકારી

અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને લોકોને આ વિશે માહિતી આપી છે. જેનાથી ગણેશે વિસર્જનના દિવસે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં હેરાન થવાનો વારો ન આવે. જાહેરનમામાં ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, પ્રતિબંધિત કરેલા તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલાં તમામ માર્ગો ઉપર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ રસ્તાને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

આ પણ વાંચો…ગાંધીનગર દહેગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓ ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા

Back to top button