ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: AMCની કચેરીઓમાં જ ફાયરના એક્સપાયર થયેલા સાધનોથી હોબાળો મચી ગયો

Text To Speech
  • રાજકોટના અગ્નિકાંડ પછી પણ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીઓ સજાગ નથી
  • અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ
  • શહેરમાં ફાયર સેફટીને લઇને સઘન ચેકીંગ કરીને નોટીસ ઇસ્યુ કરાઇ રહી છે

અમદાવાદમાં AMCની કચેરીઓમાં જ ફાયરના એક્સપાયર થયેલા સાધનોથી હોબાળો મચી ગયો છે. જેમાં AMCની કચેરીઓમાં ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવી સ્થિતિ છે. રાજકોટના અગ્નિકાંડ બાદ AMC તંત્ર પોતે જ અંધારામાં છે. અત્યાર સુધીમાં 1106 મિલકતની ચકાસણી કરીને 109 સીલ કરાઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં કોલેરા પોઝિટિવની સંખ્યામાં થયો વધારો, તંત્ર દોડતુ થયુ 

રાજકોટના અગ્નિકાંડ પછી પણ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીઓ સજાગ નથી

ફાયર સેફટીની અગ્નિસામક બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. રાજકોટના અગ્નિકાંડ પછી પણ મ્યુનિ. કોર્પોરેશનની કચેરીઓ સજાગ જોવા મળતી નથી. મ્યુનિ. ફાયર સહિતના સ્ટાફ દ્વારા ફાયર સેફટીને લઇને વિવિધ સ્થળો તપાસ આદરી છે. પરંતુ કોર્પોરેશનની કચેરીઓમાં જ ફાયરના એક્સપાયર થયેલા સાધનોથી હોબાળો મચી ગયો છે. ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લાં જેવી કોર્પોરેશનની સ્થિતી જોવા મળી રહી છે. બીજી તરફ અત્યાર સુધીમાં 1106 મિલ્કતની ચકાસણી કરીને 109 સીલ કરાઇ છે. રવિવારે પાંચ મિલ્કત સીલ કરાઇ હતી.

અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ

મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ અને એસ્ટેટ સહિતના વિભાગો દ્વારા સમગ્ર શહેરમાં ફાયર સેફટીને લઇને સઘન ચેકીંગ કરીને નોટીસ ઇસ્યુ કરાઇ રહી છે. અત્યાર સુધીમાં 109 મિલ્કતો સીલ પણ કરી દેવાઇ છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનની પેટા કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો જ એક્સપાયર થયેલા સાધનો જોવા મળે છે. ફાયર સેફટીની અગ્નિસામક બોટલ પર લખેલી તારીખ પ્રમાણે બોટલ એક્સપાયર થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર ફરતાં વીડિયોથી હોબાળો મચી ગયો છે. કોર્પોરેશનની કેટલીક કચેરીઓમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ કરાઇ નહીં હોવાનું પણ મનાય છે. જેથી મ્યુનિ.કમિશનરે પોતાની કચેરીઓમાં જ તપાસ કરાવી જોઇએ અને ફાયર એન.ઓ.સી. વગરના બિલ્ડીંગો મળે તો સબંધિત અધિકારી સામે પગલાં ભરવા જોઇએ.

Back to top button