અમદાવાદ : ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને કોકડું ગૂચવાયું, પોલીસે નથી આપી મંજુરી
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત સમગ્ર દેશમાં પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજ્યના મોટા શહેરોમાં બાબ બાગેશ્વરના દરબાદનું આયોજન કરવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ 29 અને 30 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. ત્યારે આ પહેલા જ આ કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે.
ધીરેન્દ્રશાસ્ત્રીના કાર્યક્રમને લઈને ડખો
29 તારીખે ચાણક્યપુરીના સેક્ટર 6 ના ગ્રાઉન્ડમાં તેમના દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. અંતિમ સમયમાં વ્યવસ્થા અંગે પોલીસે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા છે.29મે ના રોજ આયોજિત આ કાર્યક્રમને લઈને હજુ સુધી પોલીસ પરવાનગી મળી નથી, ત્યારે આ કાર્યક્રમના પાસનું વિતરણ પણ કરી દેવામા આવ્યું છે.
કાર્યક્રમ મર્યાદિત લોકો પૂરતો રાખવા પોલીસનો આગ્રહ
મળતી માહિતી મુજબ બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને શરૂઆતમાં આયોજકો જાહેર કાર્યક્રમ હોવાની વાતો કરી હતી અને 70,000 થી વધારે લોકો અહીં આવશે તેનો દાવો કરી રહ્યા છે. પરંતુ કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હજુ સુધી કાર્યક્રમની પોલીસ પરવાનગી નથી મળી. બાબા બાગેશ્વરની પ્રસિદ્ધતાને જોતાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે એવી શક્યતાઓ છે. જેથી પોલીસ કાયદા અને વ્યવસ્થાને ધ્યાને રાખી મર્યાદિત લોકો પૂરતો કાર્યક્રમ રાખવા આયોજકોને આગ્રહ કરી રહી છે.
આયોજકો ગૃહ રાજ્યમંત્રીને કરી શકે છે રજૂઆત
સુત્રોના જણાવ્યા મુજબ અંતિમ સમયમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમનું સ્થળ બદલવા માટે પોલીસ દ્વ્રા દબાણ કરાવમા આવી રહ્યું છે. જ્યારે આયોજકો નક્કી કરાયેલા સ્થળે જ કાર્યક્રમ કરવા ઈચ્છે છે. ત્યારે કાર્યક્રમની મંજૂરી મેળવવા માટે આયોજકો રાજકીય નેતાઓ પાસે દોટ મૂકીહોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આયોજકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે જશે.
આ પણ વાંચો : શું 2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ હવે 1000 રુ.ની નવી નોટ બહાર પાડવામાં આવશે? જાણો RBI ગવર્નરે શું કહ્યું