ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: બાળકોને બોલવા, સાંભળવાની સમસ્યાના કેસમાં થયો વધારો, આંકડો જાણી રહેશો દંગ

  • સારવારમાં વિલંબના કારણે બાળકને ઝડપી રિકવરીના ચાન્સીસ ઘટી જાય છે
  • અગાઉ મહિને બે કેસ આવતા જે વધીને હવે 25થી 30 સુધી પહોંચ્યા
  • છ વર્ષથી નાના બાળકો જે જન્મથી બહેરા છે તેમની સર્જરી વિના મૂલ્યે થઈ શકે છે

અમદાવાદમાં બાળકોને બોલવા, સાંભળવાની સમસ્યાના કેસમાં વધારો થયો છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. પોતાના બાળકને ખોડ છે તેવું માનવા તૈયાર ન થતાં વાલીએ બેરા ટેસ્ટ કરાવવો હિતાવહ છે. સોલા સિવિલમાં અગાઉ મહિને બે કેસ આવતા જે વધીને હવે 25થી 30 સુધી પહોંચ્યા છે. તેમાં 70 ટકા વાલીઓ સારવાર માટે મોડા પડે છે, તો કેટલાક અંધશ્રદ્ધા તરફ ધકેલાય છે.

આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારમાં બનાવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વરસાદમાં આફત બની ગયો

સારવારમાં વિલંબના કારણે બાળકને ઝડપી રિકવરીના ચાન્સીસ ઘટી જાય છે

નાના બાળકને બોલવા સાંભળવામાં તકલીફ હોવા છતાં 70 ટકા જેટલા કિસ્સામાં વાલી સારવાર કરાવવામાં વિલંબ કરે છે. બાળક બે અઢી વર્ષનું થાય અને લાગે કે તે બોલવામાં કે સાંભળવામાં કોઈ રિસ્પોન્સ નથી કરતો તેવા કિસ્સામાં તાત્કાલિક બેરા ટેસ્ટ કરાવવો હિતાવહ છે. કમનસીબે મોટા ભાગના કિસ્સામાં એવું સામે આવ્યું છે કે, બાળક રિસ્પોન્સ ના કરે તેવી સ્થિતિમાં જે તે વાલી પોતાના સંતાનમાં ખોડ છે તેવું માનવા માટે તૈયાર હોતા નથી, જેના કારણે બાળકની બીમારીનું જલદી નિદાન થઈ શકતું નથી અને સારવારમાં વિલંબના કારણે બાળકને ઝડપી રિકવરીના ચાન્સીસ ઘટી જાય છે તો કેટલાક કિસ્સામાં કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી પણ થઈ શકતી નથી.

છ વર્ષથી નાના બાળકો જે જન્મથી બહેરા છે તેમની સર્જરી વિના મૂલ્યે થઈ શકે છે

સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડાના કહેવા પ્રમાણે છેલ્લા પાંચેક વર્ષથી જન્મજાત બહેરાશ, બોલવામાં તકલીફ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. સોલા સિવિલમાં ચારેક વર્ષ પહેલાં ત્રણ મહિને માંડ એક કેસ આવતાં હતા, જોકે અત્યારે દર મહિને 25થી 30 જેટલા કેસ ઓપીડીમાં સારવાર માટે આવતાં હોય છે. તબીબોનું કહેવું છે કે, કેટલાક તાવીજ, દોરા ધાગામાં વ્યસ્ત રહે છે તો મોટા ભાગના વાલી બાળકને તકલીફ છે એવું માનવા તૈયાર હોતાં નથી. કેટલાક વાલી પાંચથી સાત વર્ષના સંતાનની સારવાર માટે આવતાં હોય છે. સારવારમાં વિલંબના કારણે બાળકની પ્રગતિ રૂંધાય છે. સૂત્રો કહે છે કે, સોલા સિવિલમાં છ મે 2022થી અત્યાર સુધીમાં 280 જેટલા બાળકોની કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત છ વર્ષથી નાના બાળકો જે જન્મથી બહેરા છે તેમની સર્જરી વિના મૂલ્યે થઈ શકે છે.

Back to top button