ગુજરાતધર્મફોટો સ્ટોરીમધ્ય ગુજરાત
અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે તૈયાર છે સ્થળ, જુઓ તસવીરો


BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમની તમામ રુપરેખા પણ બહાર પાડવામાં આવી છે અને તેને લગતી તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન થવાનું છે, તે માટે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર ઉભુ કરવામાં આવ્યું છે, જેમાં રણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે. જુઓ તસવીરો.