અમદાવાદ: બલ્ગેરિયન યુવતીના દુષ્કર્મ કેસમાં કેડીલા ગ્રુપના રાજીવ મોદીની મુશ્કેલી વધશે
- ACP સામે થયેલ આક્ષેપ અંગે સેક્ટર 1 જેસીપીને તપાસ સોંપવામાં આવી
- ACPએ યુવતીને કહેલું, રાજીવને કર્મોની સજા મળશે, તું ફરિયાદ શું કામ કરે છે
- સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતાં એસીપી રજા પર ઉતરી ગયા
અમદાવાદમાં બલ્ગેરિયન યુવતીના દુષ્કર્મ કેસમાં કેડીલા ગ્રુપના રાજીવ મોદીની મુશ્કેલી વધશે. જેમાં અગાઉ બલ્ગેરિયન યુવતીએ ACP હિમાલા જોષી સામે પુરાવા આપ્યા હતા. તેમજ હવે સેક્ટર-1 જેસીપી સમક્ષ હાજર રહી નિવેદન નોંધાવ્યું છે. જેમાં અગાઉ ACPએ યુવતીને કહેલું, રાજીવને કર્મોની સજા મળશે, તું ફરિયાદ શું કામ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ શહેરોમાં માવઠાની આગાહી
ACP સામે થયેલ આક્ષેપ અંગે સેક્ટર 1 જેસીપીને તપાસ સોંપવામાં આવી
ACP સામે થયેલ આક્ષેપ અંગે સેક્ટર 1 જેસીપીને તપાસ સોંપવામાં આવી હતી. કેડીલા ગૃપના CMD રાજીવ મોદી સામે તેમની જ PA બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરવા માટે પહેલા મહિલા પોલીસ સ્ટેશન ગઇ હતી ત્યારે મહિલા એસીપી હિમાલા જોષીએ રાજીવને તેના કર્મોની સજા મળશે તુ કેમ ફરિયાદ કરે છે તેવી શિખામણ આપીને ત્યાંથી પિડીતાને રવાના કરી દિધી હતી. સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થતાં એસીપી રજા પર ઉતરી ગયા હતા. બીજી તરફ, ACP સામે થયેલ આક્ષેપ અંગે સેક્ટર 1 જેસીપીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં યુવતીએ ગુરૂવાર સવારે CP ઓફિસ પહોંચીને નિવેદન નોંધાવ્યુ હતુ. આ અંગે જેસીપી ચિરાગ કોરડીયાએ કહ્યુ કે, યુવતીનું નિવેદન લેવામાં આવ્યુ છે. આગામી દિવસોમાં ACP રજા પરથી આવે એટલે તેમનું નિવેદન પણ લેવામાં આવશે.આટલુ જ નહીં, મહિલા પોલીસ સ્ટેશનના અન્ય કર્મીઓના પણ નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો: ગુજરાતના લોકસભાના ઉત્સુક ઉમેદવારોએ દિલ્હીથી લઈ ગાંધીનગર સુધીની કવાયત તેજ કરી
એસીપી જોષીને ઓપરેશન કરાવ્યુ હોવાથી તેઓ રજા પર હોવાથી તેઓનું નિવેદન બાકી
પિડીતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવીને અંતે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 65થી વધુ નિવેદનો પોલીસે નોંધ્યા હતા. જ્યારે રાજીવ મોદીને નિવેદન નોંધાવવા માટે સોલા પોલીસે બે વખત નોટિસ ઇશ્યૂ કરી હતી. આ દરમ્યાન યુવતી અચાનક ગુમ થતા તેના વકિલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઇમેઇલ મારફતે જાણ કરી હતી. ગત.15 ફેબ્રુઆરીએ નાટકીય ઢબે રાજીવ મોદી વિદેશથી પરત આવીને વકિલો સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે પાંચ કલાક પૂછપરછ કરીને નિવેદન નોંધ્યુ હતુ. દુષ્કર્મ કેસમાં પિડીતાનું નિવેદન બાકી હોવા છતાં સોલા પોલીસ સ્ટેશનના પીઆઇએ રાજીવ મોદીને બચાવવા માટે તાત્કાલિક પુરાવા મળતા નથી તેમ કહીને છ સમરી રીપોર્ટ ગ્રામ્ય કોર્ટમાં કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: બોર્ડની પરીક્ષા સમયે જ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતા લાગુ પડશે
આ તમામ ડ્રામા વચ્ચે બલ્ગેરિયન યુવતી અચાનક સામે આવીને પ્રેસ કોન્ફરસ કરીને પુરાવા શોધવાનું કામ પોલીસનું છે મારૂ નહીં. અગાઉ હિમાલા જોષી સામે પિડીતાએ કરેલ આક્ષેપની તપાસ સેક્ટર 1 જેસીપી ચિરાગ કોરડીયા કરતા હોવાથી બલ્ગેરિયન યુવતીને CP ઓફિસ બોલાવવા માટે નોટિસ ઇશ્યૂ કરી હતી. જેને પગલે યુવતી ગુરૂવાર સવારે CP ઓફિસ પહોંચીને નિવેદન નોંધાવ્યું હતું. જ્યારે એસીપી જોષીને ઓપરેશન કરાવ્યુ હોવાથી તેઓ રજા પર હોવાથી તેઓનું નિવેદન બાકી છે.