અમદાવાદમાં ટાયર કિલર બમ્પ લગાવાયા
જો હવે તમે રોંગ સાઈડમાં વાહન ચલવો છો,તો તમારા વાહનના ટાયરને પંચર અથવા તો નુકસાન થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે હવે શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે.જ્યાં વન વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવી રહ્યા છે.જેનાથી વાહનચાલકોને નુકસાન થશે અને તેઓ રોંગ સાઈડમાં જશે નહીં.હાલ પ્રાયોગિક ધોરણે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ચાણક્યપુરી બ્રિજ નજીક આ બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા આવા લગાવી અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ : હવે રોંગ સાઇડ વાહન ચલાવનારની મનમરજી નહી ચાલે, AMC “ON WORK MODE”
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. સાથે જ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી જિલ્લા અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો છે. મહત્વનું છે કે, વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને ASI સર્વે અંગે નિર્ણય આવવાનો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરો તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપ્યું છે તો હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો : અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં આપ્યો મોટો ચુકાદો,મુસ્લિમ પક્ષને ઇલાહાબાદ હાઈકોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો
ઉત્તરાખંડથી લઈ આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા
ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે,આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. જ્યાં બીજી તરફ આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સવારે 4.17 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. આ સાથે જ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું.
મણિપુરમાં હિંસાના 3 મહિના પૂરા થયા
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસાને લઈ આજે ત્રણ મહિના પૂર્ણ થયા.રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે.ઘણા લોકોના મૃતદેહ ઇમ્ફાલની હોસ્પિટલોના શબઘરોમાં રાખવામાં આવ્યા છે. તેમાંથી આજે કુકી-જો સમુદાયના 35 લોકોના મૃતદેહોને સામૂહિક રીતે દફનાવવામાં આવશે.કુકી-જો સમુદાયની સંસ્થા ઈન્ડીજિનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) ચુરાચાંદપુર જિલ્લાના લામકા શહેરમાં તુઈબોંગ શાંતિ મેદાનમાં દફનવિધિનું આયોજન કરશે.આ દરમિયાન,વધારાના કેન્દ્રીય સુરક્ષા દળોને બિષ્ણુપુર-ચુરાચાંદપુર જિલ્લા સરહદ પર મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : નૂંહ હિંસા: તોફાનીઓએ મહિલા જજની કાર સળગાવી, 3 વર્ષની પુત્રી સાથે બસ સ્ટેન્ડમાં છુપાઈને જીવ બચાવ્યો
હવે ઘરે-ઘરે લહેરાવાશે ત્રિરંગો
દેશના સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને વર્ષ 2022ની જેમ આ વર્ષે પણ કેન્દ્ર સરકાર દરેક ઘરે તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રધ્વજ દેશના છેવાડાના ખૂણે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે. ગયા વર્ષે, આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું અને પોસ્ટ વિભાગ આ અભિયાનને અંત સુધી લઈ ગયું.
રાજકોટમાં ATSની તપાસમાં મોટો ખુલાસો
ગુજરાત ATSએ બે દિવસ પહેલા રાજકોટમાં અલકાયદાના આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.ગુજરાત ATSએ રાજકોટમાંથી ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી.અને તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતી. આ ઈસમો પાસેથી અલ કાયદાની પત્રિકાઓ પણ મળી આવી હતી. અને તેઓ ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ કરતા હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે ATS એ તેમની વધુ પૂછપરછ કરતા વધુ મોટા ખુલાસા થયા છે. જેમાં આતંકીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ આતંકીઓએ જન્માષ્ટમીની ભીડનો ઉપયોગ કરીને આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો પરંતુ તેમનું આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ કરી દીધું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓ-છોકરીઓ ગુમ થવાનો આંકડો જાણી ચોંકી જશો
ગ્લોબલ રેન્કિંગમાં IIM અમદાવાદનું સ્તર સતત ઘટ્યું
ગ્લોબલ રેન્કિંગમાં IIM અમદાવાદનું સ્તર સતત ઘટી રહ્યું છે.ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટબિલ-2023 28 જુલાઈના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એક્ટ, 2017માં સુધારો કરી પ્રિમિયમ સંસ્થાઓની સ્વયત્તતામાં ઘટાડો કરી બોર્ડને ભારતના રાષ્ટ્રપતિ નીચે મૂકવામાં આવ્યુ છે. ઘણા તજજ્ઞોને લાગ્યું કે, 6 વર્ષમાં એક્ટમાં સુધારો એ ઉતાવળિયું પગલું લાગે છે. પણ આ બિલ મૂકવાના ટાઈમિંગના બેકગ્રાઉન્ડમાં હજી એક મુદ્દો ઉભરીને આવે છે.ગ્લોબલ રેન્કિંગમાં IIMAનું સ્તર સતત ઘટી રહ્યું છે.2017માં પહેલું બિલ મૂકાયું તે વખતે IIM અમદાવાદનો 29મો રેન્ક હતો.જે બાદ 2023માં બિલમાં સુધારો મૂકવામાં આવ્યો.પણ 2023માં IIMAનો રેન્ક 51મો રહ્યો છે.