ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ:સિંગતેલના ભાવમાં વધારો થયો, ગૃહિણીઓની મુશ્કેલી વધી

Text To Speech
  • આગામી 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે
  • અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ.30-40નો ઘટાડો જોવા મળ્યો
  • વ્રત-ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે

અમદાવાદમાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે જેમાં ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. તેમાં બે સપ્તાહ પહેલાં ભાવ 2,720 હતો જે 2,800 સુધી પહોંચ્યો છે. શ્રાવણ નજીક આવતા ફરસાણના વેપારીઓએ સ્ટોક કરવાનું શરૂ કરતા સિંગતેલની માગ વધી છે. તેમજ સિંગતેલ સિવાય અન્ય તેલની માગ ઘટતાં ભાવમાં રૂ.30-40નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ 

આગામી 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે

આગામી 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. સિંગતેલમાં માગ વધી જવાથી વિતેલા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 15 કિલોના ડબ્બે રૂ.80નો વધારો થયો છે. આ સાથે જ મગફ્ળીની આવકો પણ ઓછી રહેતા પિલાણ માટે કાચો માલ ન મળતો હોવાથી ભાવમાં તેજીને ટેકો મળી રહ્યો છે. સિંગતેલ 15 કિલોનો ભાવ રૂ.2,800 અને 5 લીટર ટીનનો ભાવ રૂ. 850 થયો છે.

અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ.30-40નો ઘટાડો જોવા મળ્યો

તેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ આવી રહ્યો હોવાથી લોકો રૂટીન રસોઈના તેલની સાથે ફરાળ માટે સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરે છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગ વધી રહી છે. ઘર માટે 5 લીટર જાર વધારે વેચાય છે જ્યારે વેપારીઓ 15 કિલો કે 15 લિટરનો ડબ્બો લેવાનું વધારે પસંદ કરે છે. જોકે, સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ.30-40નો ઘટાડો જોવા મળ્યો છે.

Back to top button