અમદાવાદ : સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-૩ના લોન્ચિંગનું થશે જીવંત પ્રસારણ


અવકાશ ક્ષેત્રે ઈસરો વધુ એક ઊંચી ઉડાન ભરવા જઈ રહ્યું છે. આજે ઈસરો દ્વારા ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે. બપોર 2 વાગીને 35મિનિટે શ્રીહરિકોટાના સતીશ સ્પેસ ધવન ખાતેથી ઈસરો દ્વારા ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ કરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ 11 વાગ્યાથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાયન્સ સિટી ખાતે ચંદ્રયાન-૩ના લોન્ચિંગનું થશે જીવંત પ્રસારણ
આજનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકેલી છે. ભારત સેટેલાઈટમાં નવો ઇતિહાસ રચવા માટે ગણતરીની મીનીટો જ બાકી રહ્યી છે. આજે ભારત ચંદ્રયાન-3ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ત્યારે અમદાવાદ સાયન્સ સીટી ખાતે પણ આ ચંદ્રયાનને લઈને એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પણ ચંદ્રયાન-3 નું લાઈવ પ્રસારણ નિહાળશે. તેમજ આ વિદ્યાર્થીઓને ચંદ્રયાન લોન્ચિંગ થી લઈને તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે
શાળાનાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધારવા માટે ઇસરોના બે વૈજ્ઞાનિકો કરશે સંવાદ
આ કાર્યક્રમમાં ઈસરોના વૈજ્ઞાનિકો સી.એન. નાગરાની અને રિતેશ શર્મા ખાસ ઉપસ્થિત રહેશે. જેઓ વિદ્યાર્થીઓને ચંદ્રયાન-૩ મિશન વિશે વિસ્તારથી માહિતી આપશે. ત્યારબાદ બપોરે 2વાગ્યાથી ચંદ્રયાન-૩ના પ્રક્ષેપણનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે.
આ પણ વાંચો : કોણ છે રિતુ કરીધલ જે સંભાળી રહી છે ચંદ્રયાન-3ની કમાન, જાણો ‘રોકેટ વુમન’ વિશે તમામ માહિતી