અમદાવાદ: AMCની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો
- વિપક્ષે પીરાણા ડમ્પિંગ સાઈડનો મુદ્દો ઉઠાવ્યો છે
- બ્લેકલિસ્ટ કંપનીને પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે
- રૂપિયા 6 લાખ પ્રતિ મહિને આપવાની વાતમાં કૌભાંડ
અમદાવાદમાં AMCની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં વિપક્ષે પીરાણા ડમ્પિંગ સાઈડનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમાં પીરાણામાંથી કચરો દૂર કરવા 40 કંપની મૂકવામાં આવી છે. તથા રૂપિયા 6 લાખ પ્રતિ મહિને આપવાની વાતમાં કૌભાંડ છે તેમ વિપક્ષે જણાવ્યું છે.
આ પણ વાંચો: ડાકોરના મંદિરમાં VIP દર્શનના નિર્ણય મામલે આવ્યા ખાસ સમાચાર
બ્લેકલિસ્ટ કંપનીને પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે
બ્લેકલિસ્ટ કંપનીને પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું છે. જિંદાલ કંપનીને ફરી એકવાર કામ સોંપવામાં આવ્યું છે. જનતા પર ટેક્ષનો બોજ, કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવે છે. અનેક એકર જમીન ઉદ્યોગપતિને સોંપવામાં આવી છે. 2.5 વર્ષમાં 1 યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી નથી તેમ પણ વિપક્ષે આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો: સુરત: હિટ એન્ડ રન કેસમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરની દાખલારૂપ કાર્યવાહી
250માંથી 100 વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો
અમદાવાદ શહેરને પોલ્યુશન ફ્રી શહેર બનાવાની વાત કરવામાં આવી રહી છે. તથા અમદાવાદ શહેરની અનેક એકર જમીન ઉદ્યોગપતિને સોંપવામાં આવી છે. તથા છેલ્લા 2.5 વર્ષમાં 1 યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવતી નથી. AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતા આક્રમક મૂડમાં છે. જેમાં મેયરને 2.5 વર્ષના કાર્યકાળની કામગીરી સમજાવી છે. કોરોનામાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ઉઠ્યો છે. જેમાં વિપક્ષે જણાવ્યું હતુ કે 250 જેટલા વેન્ટીલેટર ખરીદવામાં આવ્યા હતા. તેમાં 250માંથી 100 વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સાંસદ, કોર્પોરેટર, MLAના બજેટમાંથી વેન્ટીલેટર લવાયા હતા. તેમ છતાં AMCએ કોઈ કાર્યવાહી ન કરી.