અમદાવાદ : હાઈકોર્ટે કાઢી AMCની ઝાટકણી, ‘અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી’
- બિસ્માર રસ્તા અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી
- અમદાવાદમાં રસ્તા અને રખડતા ઢોર કામગીરીમાં ઢીલી નીતિ
- આગામી શુક્રવાર સુધીમાં નક્કર પગલાં લેવા આદેશ
અમદાવાદમાં રોડ અને રખડતા ઢોર મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી.
હાઈકોર્ટમાં મનપાની કાઢી ઝાટકણી
શહેરમાં બિસ્માર માર્ગો મુદ્દે થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એએમસીના સત્તાધીશોની ઝાટકમી કાઢી હતી. હાઈકોર્ટે ટોકર કરી હતી કે અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી.તંત્રએ સભાન થઈને કામ કરવું જોઈએ, આ સાથે હાઈકોર્ટે મનપાની નીતિ સામે પણ અણીયારા સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતુ કે રોડ નવા બનાવ્યા છતાં પણ વારંવાર રોડ તૂટવા એ ખુબ ગંભીર બાબત છે. આવી ગંભીર બાબતોને લઈને સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ.
રસ્તા અને રખડતા ઢોર મુદ્દે કરાઈ હતી અરજી
અરજદારે શહેરના રોડ રસ્તા અને રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદારે જણાવ્યુ હતુ કે તૂટેલા રોડ રસ્તા, રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેથી ચોમાસા પહેલા ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. આ મામલે કોર્ટે વારંવાર હૂકમો થવા છતાં કામગીરી નહીં થતી હોવાનું અરજદારે જણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ અને રખડતા ઢોર મુદ્દે મનપાની ઠીલીનિતી જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં રોડની સ્થિતિ પર કોર્ટે આજે મનપાની ઝાટકણી કાઢી હતી. અને મનપાને આગામી શુક્રવાર સુધીમાં નક્કર પગલાં લેવા જણાવ્યુ હતુ.
આગામી 29 એપ્રિલે ફરી સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં રોડની સ્થિતિ પર મનપાની ઝાટકણી કાઢી હતી. અને મનપાને આગામી સુનાવણીમાં સોગંદનામાની સાથે આ મામલે ચોક્કસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ કર્યો છે.હવે આ મામલે આગામી 29 એપ્રિલે એટેલે કે શુક્રવારે કોર્ટમાં સુનાવણી થશે.