અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થતા છોકરીના ભાઇ અને સાથીદારોએ ઘરમાં ઘુસી યુવક પર જીવલેણ હુમલો કર્યો

Text To Speech

12 જૂન અમદાવાદ: અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ફરીવાર આરોપીઓને પોલીસની જરા પણ બીક ન હોય તેવી ઘટના બનવા પામી છે. બાજુની બિલ્ડિંગમાં જ રહેતી છોકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર યુવકે વાતચીત કરતા ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને થતા 15 થી વધુ લોકોનું ટોળું તિક્ષ્ણ હથિયારો અને લાકડીઓ લઈને ઘરમાં ઘૂસ્યું, યુવક ઉપર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો તેમજ તોડફોડ કરી નાસી છૂટ્યા.

ઘરમાં ઘૂસીને કર્યો જીવલેણ હુમલો
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં આવેલા ફલક હાઈટ્સ ફ્લેટમાં ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરવા મુદ્દે ત્રણ ભાઈઓએ યુવક અને તેનાં ભાઈ ઊપર ઘરમાં ઘુસીને જીવલેણ હુમલો કરવામા આવતા ગંભીર ઇજાઓ થવા પામી હતી જે બાદ બન્ને ઘાયલ યુવકોને સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને હુમલો કરનાર સમોની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

સિવિલ હોસ્પિટલમાંથી અધૂરી સારવાર આપીને રજા અપાઈ
પીડીત પરિવારે એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા તેમજ પોલીસ વિભાગનો ઉગ્ર વિરોધ તથા આશંકાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અમારા છોકરાઓને અધૂરી સારવાર આપીને રજા આપી દેવામાં આવી તેમજ હુમલાખોરોને તાત્કાલિક ધોરણે જામીન આપી દેવામાં આવ્યા જેનાથી અમને આશંકા જાય છે કે આરોપીઓને પોલીસનું સંરક્ષણ પ્રાપ્ત હોય, કોઈ આ રીતે મારા ઘરમાં કેવી રીતે શિક્ષણ હથિયારો વડે અચાનક આવીને જીવલેણ હુમલો કરી શકે? ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર આજે યુવક યુવતીઓ વાત કરે એ કોમન વાત છે! તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરી નથી કે દર વખતે દરેક ઘટનામાં છોકરાઓનો જ વાંક હોય, ક્યારેય એક હાથે તાળી વાગતી નથી, છોકરીઓનો પણ વાંક હોય છે. અમને લાગી રહ્યું છે કે પોલીસે અને ડોક્ટરોએ આ વાતને ગંભીરતાથી નથી લીધી જેને લઇને આવનારા દિવસોમાં અમે ન્યાય મેળવવા માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવશું

Back to top button