- સ્ટીરોઈડના ટીપાને કારણે આંખને નુકસાન થઈ શકે છે
- મેડિકલ સ્ટોર પરથી જાતે ટીપા લઈ અખતરા ન કરવા જોઈએ
- છેલ્લા એક સપ્તાહમાં 2300 જેટલા કેસ આવ્યા
અમદાવાદ શહેરમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી છે. જેમાં સિવિલ-સોલામાં ‘અખિયાં મિલા કે’ના સાત જ દિવસમાં 2,800થી વધુ દર્દી સામે આવ્યા છે. તેમજ સરકારી સેન્ટરોમાં આંખના ટીપાં પણ મળતાં નથી. ત્યારે તબીબોએ જણાવ્યું છે કે સ્ટીરોઈડના ટીપાને કારણે આંખને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર
બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી
શહેરમાં અખિયાં મિલા કે એટલે કે વાયરલ કન્ઝક્ટિવાઈટિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ એમ બે જ હોસ્પિટલોમાં છેલ્લા 7 દિવસમાં કન્ઝક્ટિવાઈટિસના 2800થી વધુ દર્દી નોંધાયા છે, જે પૈકી અસારવા સિવિલની આંખની હોસ્પિટલમાં 2,297 કેસ જ્યારે સોલા સિવિલ ખાતે 511 કેસ નોંધાયા છે. એકંદરે બે સરકારી હોસ્પિટલોમાં 2815 જેટલા કેસ આવ્યા છે.
આ પણ વાંચો: PM મોદી ગુજરાતમાં, આજે સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્વાટન કરશે
છેલ્લા એક સપ્તાહમાં 2300 જેટલા કેસ આવ્યા
ખાનગી હોસ્પિટલોની ક્લિનિકો અને મ્યુનિ. સંચાલિત સેન્ટરોમાં પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, જે જોતાં શહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સંખ્યાબંધ મ્યુનિ. સંચાલિત અર્બન સેન્ટરો પર આંખના ટીપાંનો જથ્થો જ ન હોવાની પણ બુમરાણ છે. સિવિલની સરકારી આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, ગુરુવારે કન્ઝક્ટિવાઈટિસના 411 દર્દી નોંધાયા છે, છેલ્લા એક સપ્તાહમાં 2300 જેટલા કેસ આવ્યા છે. તેમણે કહ્યું કે, આંખોમાં લાલાશ આવે, બળતરા થાય, ચેપડા વળે તેવી સ્થિતિમાં તબીબી સારવાર લેવી જોઈએ, સ્ટીરોઈડના ટીપાથી આંખને નુકસાન થઈ શકે છે.
મેડિકલ સ્ટોર પરથી જાતે ટીપા લઈ અખતરા ન કરવા જોઈએ
આંખના ભાગે સોજો હોય, આંખની કીકીમાં તકલીફ હોય તે સહિતની સ્થિતિ જોઈને જ તબીબો આ પ્રકારના ટીપાની સલાહ આપતાં હોય છે, મેડિકલ સ્ટોર પરથી જાતે ટીપા લઈ અખતરા ન કરવા જોઈએ તેવી સલાહ અન્ય તબીબો પણ આપી રહ્યા છે. સોલા સિવિલમાં ગુરુવારે બપોર સુધીમાં 51 દર્દી નોંધાયા છે. 25મી જુલાઈએ સૌથી વધુ 115 દર્દી નોંધાયા હતા. મ્યુનિ.ના અર્બન સેન્ટરોમાં આંખના ટીપા ખૂટી પડયા છે, આંખના ટીપાના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વાયરલ અને બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના સતત વધતા કેસે ચિંતા વધારી છે.