અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ જેઠાભાઈ ગાર્ડન પાછળ રસ્તાનાં પ્રશ્નની માંગણી મેયર ઓફિસે પહોંચી; જાણો શું કહ્યું મેયરે?

Text To Speech

અમદાવાદ 21 મે 2024: શહેરના અસારવા વિસ્તારના સિવિલ રોડ પાસે આવેલા જેઠાભાઈ ગાર્ડનની પાછળ શાંતિપુરા મનુભાઈની ચાલીમાં આશરે 500 થી વધુ રહીશો અર્બન સેન્ટરનું રીડેવલપમેન્ટ થતા જેઠાભાઈ ગાડીની પાછળનો આવન-જાવનનો રસ્તો એક જ રસ્તો હોવાથી તે પણ બંધ થતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી સ્થાનિકો તથા સામાજિક આગેવાનો દ્વારા શહેરના મેયર પ્રતિભાત જૈનને આવેદન આપીને રજૂઆત કરી હતી.

પ્રશ્ન જટિલ હોવાથી મેયરને રજુઆત કરાઇ
મનુભાઈ ચાલીની રસ્તાની માંગણીનો પ્રશ્ન ખૂબ જ જટિલ બન્યો છે જે મામલે એચડી ન્યુઝની ટીમે સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ સામાજિક કાર્યકરો તથા આમ આદમી પાર્ટીનાં SC સેલનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા તેમજ કોંગ્રેસના શહેર મહામંત્રી રાજુભાઈ ચૌહાણ સ્થાનિક લોકો સાથે મળીને શહેરના મેયર શ્રી પ્રતિભા જઇને સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા તેમજ ચાલીના લોકો ત્યાંથી અવર-જવર કરી શકે તેમજ 108 અને એમ્બ્યુલન્સ આવી શકે તે માટે રસ્તો કરી આપવા બાબતે રજૂઆત કરી હતી.

રસ્તો બંધ ન થાય તેનું ધ્યાન રખાશે: પ્રતિભા જૈન
સામાજિક કાર્યકર જગદીશ ચાવડાએ એચડી ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેયરશ્રીને રસ્તો કરી આપવા માટે રજૂઆત કરી છે. અને સ્થાનિકોની જ્યાં રસ્તો આપવાની માંગ છે ત્યાં અર્બન સેન્ટરનું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. ત્યારે અર્બન સેન્ટરનું ડેવલપ થવું એ ખૂબ સારી વાત કહેવાય પરંતુ માત્ર રસ્તો આપવાની માંગણી કરતા તેમણે આ વાત સ્વીકારી છે અને ત્યાંથી સ્થાનિકો અવરજવર કરી શકે તે માટે ગેટ મૂકવામાં આવશે તેવું આશ્ર્વાસન આપ્યું છે.

Back to top button