અમદાવાદઃ ST-SC વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ રદ કરવાનો નિર્ણય અયોગ્ય; જાણો ABVPએ શું માંગણી કરી?
11 ડિસેમ્બર 2024 અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ હેતુ બનાવવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજ, પ્રાઈવેટ યુનિવર્સિટી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં પણ પ્રવેશ મેળવે તો પણ શિષ્યવૃતિનાં હકદાર બને તેવો હતો જે રદ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે અને શિષ્યવૃતિ ચાલુ રાખવા અને ક્વોટામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને પણ તેઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃતિ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
રાજ્યમંત્રી કુબેર ડિંડોર કરાઇ રજૂઆત
ABVP મહામંત્રી મીત ભાવસારે એચડી ન્યુઝ સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28 ઓગષ્ટના રોજ જાહેર થયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનાર ST-SC વિદ્યાર્થીઓને શિષ્યવૃતિના હકદાર નહિ રહે જે ખુબ જ ગંભીર વિષય છે, જેના કારણે ST-SC સમાજનાં ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મેડિકલ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.બી.એ, ફાર્મસી, એમ. સી.એ, એમ.ઈ, એમ.ફાર્મથી લઈને અનેક પેરા મેડિકલ કોર્સમાં મેનેજમેન્ટ ક્વોટામાં આર્થિક તંગીના કારણે પ્રવેશવંચિત રહી જશે. આ ગંભીર વિષયને ધ્યાનમાં રાખતા ABVPએ દ્વારા ગુજરાત રાજ્યમંત્રી કુબેર ડીંડોરને આવેદનપત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ હક જળવાઈ રહે તે માટે માંગ કરાઈ હતી.
આવેદનપત્રમાં કરવામાં આવેલી માંગો
• ગુજરાત સરકારનાં આદિજાતિ વિભાગ દ્વારા તારીખ 28 ઓગષ્ટ 2024નાં કરવામાં આવેલા પરિપત્ર સપૂર્ણ પણે રદ કરવામાં આવે
• વર્તમાન શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લિધેલ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ તેઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી શિષ્યવૃતિ આપવામાં આવે
• ખાલી પડી રહેલી બેઠકો પર પાછળથી આપવામાં આવતા પ્રવેશને પણ સ્ટેટ ક્વોટામાં થયેલ પ્રવેશ જ ગણવામાં આવે