ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: મણીનગરની કર્ણ હોસ્પિટલમાં માતા-પુત્રીની હત્યા મામલે કમ્પાઉન્ડરે કર્યો મોટો ખુલાસો

Text To Speech

અમદાવાદમાં મણીનગરની કર્ણ હોસ્પિટલમાં માતા-પુત્રીની હત્યા મામલે કમ્પાઉન્ડર હત્યારો નિકળ્યો છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી મૃતક ભારતી સારવાર કરાવતી હતી. એક કાનની સારવાર સફળ રહેતા બીજા કાનની સારવાર શરૂ કરાવી હતી. તેમાં કેટામાઈનનુ ઈન્જેક્શન આપતા ગણતરીના સમયમા ભારતીનુ મોત થયુ હતુ. તથા ભારતીના મોત બાદ માતા ચંપા બેનને ઈન્જેક્શન આપ્યુ હતુ. જેમાં ડોક્ટરની ગેરહાજરીમાં હત્યારો મનસુખ ગેરકાયદે સારવાર કરતો હતો. તથા સીસીટીવી બંધ કરી સારવાર કરતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છે, ‘ગોગો’ પાઇપ તથા અન્ય ચીજો મળી – કોંગ્રેસ નેતા

CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા

મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો.અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું છે. જે આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવતી હતી. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનની મૃતદેહ કબાટમાં મુકવામાં આવ્યો હતો. અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કમ્પાઉન્ડર મનસુખ આ કેસમાં છે શંકાના દાયરામાં

હોસ્પિટલની બહારના CCTV મળ્યા હતા જેમાં ભારતી પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. પોલીસે તેની માતાની શોધખોળ કરતા તેનો મૃતદેહ પર હોસ્પિટલમાં બેડ નીચે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ડબલ મર્ડર કેસમાં પોલીસે ગુનો નોંધીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે માતા પુત્રીની હત્યા એનેશથેસિયાના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી અને હત્યા મનસુખ નામના હોસ્પિટલના કમ્પાઉન્ડરએ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા પાછળ અનૈતિક સંબધ છે કે કોઈ અન્ય કારણ તેની તપાસ ચાલી રહી છે.

Back to top button