ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: 647 કરોડના બોગસ બિલિંગ કાંડનો આરોપી ઝડપાતા મોટા ખુલાસા થયા

Text To Speech

અમદાવાદમાં 647 કરોડના બોગસ બિલિંગ કાંડનો આરોપી ઝડપાતા મોટા ખુલાસા થયા છે. જેમાં 116 કરોડની ITC ખોટી રીતે પાસ ઓન કરી હતી. તેમાં આરોપીના 26માર્ચ સુધી રિમાન્ડ અપાયા છે. અમદાવાદ, સુરતમાં 66 બોગસ પેઢીઓ મારફતે કરોડોનું બોગસ બિલિંગ કરેલું હતુ.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી કેસમાં નવો ખુલાસો: રાહુલને મદદ કરનારા શખ્સે પોલ ખોલી 

અમદાવાદ અને સુરતમાં 66 બોગસ પેઢીઓ

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા તાજેતરમાં અમદાવાદ અને સુરતમાં 66 બોગસ પેઢીઓ મારફતે 647 કરોડના બોગસ બિલિંગો મારફતે 11 કરોડની ITC ખોટી પાસા ઓન કરાવનાર સરખેજ ફતેહવાડીનો મોહમદ હનીફ મહંમદ હુસેન અંસારીને પકડી પાડયો છે. આરોપી મોહમદ હનીફ અંસારીને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી મહમદ હનીફ અંસારીએ સ્ક્રેપ, બ્રાસ પાટર્સ, કેમીકલ્સ અને કોમોડીટીના બિલિગો કરતો હોવાના પુરાવા મળા છે. આરોપીએ સહષડયંત્રકારો સાથે મળીને એક સિન્ડીકેટની રચના કરી છે.

આ પણ વાંચો: આસારામે મોટેરા આશ્રમમાં દુષ્કર્મના કેસની સજામાં જાણો કેવી માંગણી કરી 

મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી

સરખેજ ફતેહવાડીનો મોહમદ હનીફ મહંમદ હુસેન અંસારીને સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગે મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ સહષડયંત્રકારો સાથે મળીને એક સિન્ડીકેટની રચના કરી છે.જેમાં વિવિધ બોગસ કંપનીઓ તથા પેઢીઓનું સંચાલન કરે છે. બોગસ બિલિંગોના ખરીદ વેચાણમાં બેકીંગ વ્યવહારો કર્યા છે.જેમાં બેંકમાં મોટાપાયે આરટીજીએસ દ્વારા નાણાં મેળવીને રોકડમાં રૂપાંતર કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર, જાણો કયા ખાબકશે કમોસમી વરસાદ

આરોપીના ઘરેથી બોગસ બિલિંગોના દસ્તાવેજો મળી આવ્યા

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા આરોપી મોહમદ હનીફ મહંમદ હુસેન અંસારીના સરખેજ ફતેહવાડી આમીના પાર્ક સોસાયટીમાંથી 1 મોબાઈલ, 14 ભાડા કરાર, 17 GST રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ ,10 ઈનવોઈસ -ઈ-વેબીલ, 23 કંપનીઓ તથા પેડીઓના રબર સ્ટેમ્પ, 2GST રીટર્ન, 1 વ્હીકલ નંબરના લીસ્ટ, 17 ડોકયુમેન્ટસ ફાઈલ મળી આવી છે.

Back to top button