ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMC કમિશનરે આ બાબતે વિજિલન્સ તપાસની સૂચના આપી

Text To Speech
  • AMC અધિકારીઓ સાથે વીકલી રીવ્યુ મીટિંગ લેવાઇ
  • અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની ચીમકી આપી
  • કમિશનર થેન્નારસને વિજિલન્સ તપાસ કરવાની તાકીદ કરી

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ચાલતા ન હોવાની વ્યાપક ફરિયાદોને પગલે નારાજ થયેલા AMC કમિશનર એમ. થેન્નારસને પમ્પિંગ સ્ટેશનોની કામગીરી અંગે વિજિલન્સ તપાસ કરવાની સૂચના આપી છે.

આ પણ વાંચો: સરકારની આ યોજનામાં પ્રાઈવેટ સ્કૂલમાં વિદ્યાર્થીને રૂ.20થી 25 હજાર સુધી સ્કોલરશિપ મળશે

અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની ચીમકી આપી

AMC અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનરે, EWSના મકાનોમાં ગેરકાયદે રહેતા લોકો સામે એક સપ્તાહમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપીને આ મામલે એસ્ટેટ- ટીડીઓ વિભાગ સહિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની ચીમકી આપી છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો ચાલતા ન હોવા બાબતે કેટલાક DYMCએ પણ ફરિયાદો કરતાં આ બાબતને અત્યંત ગંભીર ગણીને મ્યુનિ. કમિશનર થેન્નારસને વિજિલન્સ તપાસ કરવાની તાકીદ કરી છે.

આ પણ વાંચો: મોરબીમાં ગુલ્લીબાજ કર્મચારીઓ પર તવાઇ, પરિપત્ર આજથી અમલી

અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની તેમણે તાકીદ

ખાસ કરીને નવાણા પમ્પિંગ સ્ટેશન લાંભા સહિત કેટલાંક પંપીગ સ્ટેશનોમાં ટ્રિપિંગ થવાની અને પમ્પિંગ સ્ટેશનો ચાલતા ન હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં સફાઈ કામગીરી સંતોષકારક અને યોગ્ય રીતે થતી ન હોવા બદલ નારાજગી વ્યક્ત કરીને કમિશનરે કહ્યું કે, પહેલાં સફાઈ કામગીરી માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટરો આપ્યા હવે ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટરો પણ આપ્યા છતાં સારી અને વ્યવસ્થિત સફાઈ થતી નથી. EWS યોજનાના મકાનોમાં ગેરકાયદે ભાડે રહેતા લોકો સામે તત્કાળ પગલાં લેવા એક સપ્તાહની અવધિ આપીને આ મામલે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની તેમણે તાકીદ કરી છે.

Back to top button