અમદાવાદઃ કર્ણાવતી ક્લબ નજીક થાર કારચાલકે બાઈકસવારને હડફેટે લીધા, બંનેના ઘટનાસ્થળે જ મોત


રાજ્યમાં અકસ્માતના કેસ વધી રહ્યાં છે, તેમાં પણ અમદાવાદ જેવા મોટા શહેરોમાં રોજબરોજ મોટા અકસ્માતના ઓછામાં ઓછો બે કેસ તો નોંધાય જ છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંન્ને બાઇક સવારોનાં મોત નિપજ્યાં છે. કુલ 5 લોકોના અકસ્માત કરીને ભાગી ગયા હોવાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. જો કે થાર ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
પોલીસે હાલ આ અકસ્માતનો કેસ દાખલ કર્યો છે અને બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હીટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. એમ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે.