વિશેષસ્પોર્ટસ

અમદાવાદ ટેસ્ટ : ત્રીજા દિવસના અંતે ભારત 289/3, ઓસ્ટ્રેલિયા 191 રન આગળ

Text To Speech

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, મેચનો આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી ૩ વિકેટે 289 રન બનાવી લીધા છે. ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 191 રન પાછળ છે. શુભમન ગિલે સદી કરી છે જયારે વિરાટ કોહલી અર્ધ સદી કરી ક્રીઝ પર છે.

આ પણ વાંચો : ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો

ત્રીજા દિવસની રમતના અંતે

અમદાવાદમાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતનો સ્કોર 289/3 છે. વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને રમી રહ્યા છે. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 191 રન પાછળ છે. જાડેજા અને કોહલી વચ્ચે 44 રનની ભાગીદારી થઈ છે. આ બંને મેચના ચોથા દિવસે મોટી ભાગીદારી કરીને ભારતને વધુ સારી સ્થિતિમાં પહોંચાડવા ઈચ્છશે. ભારત પ્રથમ દાવમાં મોટો સ્કોર કરીને છેલ્લી ઓસ્ટ્રેલિયન ટીમને મેચમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ : ભારત 15 વર્ષથી એક પણ મેચ નથી હાર્યું, ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં પ્રથમ વખત રમશે

શુભમન ગિલની સદી, વિરાટ કોહલીની અર્ધ સદી

શુભમન ગિલે 194 બોલમાં પોતાની બીજી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે ટોડ મર્ફીને ફોર ઓવર ફાઈન લેગ પર ફટકારીને તેની સદી પૂરી કરી. એકંદરે આ તેની સાતમી આંતરરાષ્ટ્રીય સદી હતી. શુભમને વનડેમાં ચાર સદી અને ટી-20માં એક સદી ફટકારી છે. શુભમને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી બાંગ્લાદેશ સામે ફટકારી હતી. તો બીજીબાજુ વિરાટ કોહલીએ પણ અર્ધ સદી ફટકારી છે. કોહલી 59 રન સાથે ક્રીઝ પર છે.

Back to top button