ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની 28 મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 23 નવેમ્બર 2019ના રોજ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી. કોલકત્તામાં બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં વિરાટે સદી ફટકારી હતી. હવે 3 વર્ષ 3 મહિના અને 17 દિવસની રાહ જોયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટમાં સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં વિરાટના બેટથી સદી ફટકારવામાં આવી હતી.
The Man. The Celebration.
Take a bow, @imVkohli ????????#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9
— BCCI (@BCCI) March 12, 2023
ખાસ વાત એ છેકે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 28મી સદી છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે 7મી વખત ત્રણ આંકડાનો સ્કોર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 75મી વખત સદી ફટકારી છે. ચોથા દિવસે લંચ બાદ વિરાટે 241 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ તેની સદી સુધી પહોંચવા માટે માત્ર 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે સૌથી વધુ રન વિકેટની વચ્ચે દોડીને બનાવ્યા છે.
ચોથા દિવસે ધીમી બેટિંગ કરી ક્રિઝ પર
આજે મેચના ચોથા દિવસે વિરાટ કોહલીએ ખૂબ જ ધીમી બેટિંગ કરી છે. તેણે પહેલા સેશનમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. પિચ બોલરોને મદદ કરવા લાગી છે. પરંતુ વિરાટે ધીરજ ગુમાવી ન હતી અને 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જો કે ગયા વર્ષે તેણે અફઘાનિસ્તાન સામે ટી20 અને બાંગ્લાદેશ સામે વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં વિરાટે શ્રીલંકા સામે વનડેમાં બે સદી ફટકારી હતી.
ટેસ્ટમાં ત્રણ વર્ષ સુધી ખરાબ ફોર્મ
છેલ્લા ત્રણ વર્ષથી વિરાટ કોહલીનું બેટ ટેસ્ટમાં સંપૂર્ણ રીતે શાંત હતું. તેણે 2020માં 19.33ની એવરેજથી 116 રન, 20201માં 28.21ની એવરેજથી 536 રન અને 2022માં 26.5ની એવરેજથી 265 રન બનાવ્યા હતા. છેલ્લી 15 ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. આ વર્ષની શરૂઆત વિરાટ માટે સારી રહી ન હતી. વિરાટે બોર્ડર ગાવસ્કર શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં 111 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ : ભારતની ચિંતામાં વધારો, શ્રેયસ ઐયર ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત
જાણો વિરાટ કોહલીએ સદી સાથે ક્યા રેકોર્ડ પોતાના નામે કર્યા ?
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી
- 108 મેચ, 183 ઇનિંગ્સ, 8330 રન, 48.71 એવરેજ, 28 સદી
ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી
- સચિન તેંડુલકર – 200 મેચ, 51 સદી
- રાહુલ દ્રવિડ – 163 મેચ, 36 સદી
- સુનીલ ગાવસ્કર – 125 મેચ, 34 સદી
- વિરાટ કોહલી – 108 મેચ, 28 સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
- સચિન તેંડુલકર – 664 મેચ, 100 સદી
- વિરાટ કોહલી – 494 મેચ, 75 સદી
- રિકી પોન્ટિંગ – 560 મેચ, 71 સદી
વિરાટ કોહલીની કુલ સદી
- ટેસ્ટ ક્રિકેટ – 28 સદી
- ODI ક્રિકેટ – 46 સદી
- T-20 ક્રિકેટ – 01 સદી
આ પણ વાંચો : લગ્ન બાદ પહેલીવાર બોલિવૂડ અને ક્રિકેટ ટીમના કપલ હોળીના રંગે રંગાશે