અમદાવાદ : નરોડામાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા: મંદિર બચાવવાની લડતમાં ભર્યું આ પગલું


અમદાવાદ, ૧૬ માર્ચ: અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંતે આજે વહેલી સવારે ૧૬ માર્ચે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ હેરાન કરતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા નવાં મકાનો બનાવવાના પગલે મંદિરને તોડવાનો અઠવાડિયાનો સમય આપ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
મહંતે આપઘાત કરતાં પહેલા સુસાઇડનોટ પણ લખી છે, જેમાં છેલ્લાં ચાર વર્ષથી મંદિરને બચાવવાની લડાઇમાં પોતાના જ પારકા સાથે મળી તેમના વિરુદ્ધ ઊભા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે હાલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. મંદિરના પૂજારી મૃતક મહેન્દ્રભાઈએ મંદિર તોડવાને લઈને કેટલાંક વાક્યો લખેલાં બેનર અને પોસ્ટર પણ પોતાના મંદિરમાં લગાવ્યાં હતાં.
મૃતક પૂજારીના પુત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અમુક અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માગ કરાઈ છે.
તો સ્થાનિકોનું પણ કહેવું છે કે મંદિર વર્ષો જૂનું હોવાથી તમામ સ્થાનિકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. મંદિર કોઈને નડતરરૂપ પણ નથી. આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મંદિર તોડવામાં ન આવે તેવી સ્થાનિકો દ્વારા પણ માગ કરાઈ છે.
આ પણ વાંચો : 25 વર્ષ સાથે રહ્યા પછી પાર્ટનરના અવસાનથી તૂટ્યો હાથી, ભાવુક કરીદેશે આ વીડિયો