ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ: BLO કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોને ધરપકડની ધમકી!

Text To Speech

અમદાવાદમાં BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી આપતો પત્ર જાહેર કરવામા આવ્યો છે. અમદાવાદના નારણપુરા મત વિસ્તારના મતદાન નોંધણી અધિકારી મારફતે ઘમકી આપતો પત્ર જાહેર કરાતા વિવાીદ સર્જાય તેવી શક્યતા છે. BLO કામગીરી સંદર્ભે શિક્ષકોને ઘરે ધરે જઈને વેરિફીકેશન કરવાની કામગીરી સોંપવામા આવી છે.

BLO કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોને ધરપકડની ધમકી

પ્રાપ્ત વગતો મુજબ અમદાવાદમાં BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી આપતો પત્ર જાહેર કરવામા આવ્યો છે. શહેરના નારણપુરા મત વિસ્તારના મતદાન નોંધણી અધિકારીએ શિક્ષકો માટે એક પત્ર જાહેર કર્યો હતો.આ પત્રમાં શિક્ષકોને ઘરે ઘરે જઈને વેરિફિકેશનની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે તેમા એવી ધમકી પણ આપવામાં આવી છે કે ‘જો શિક્ષકો આ કામગીરી નહીં કરે તેમની ધરપકડ કરવામાં આવશે’

12 કેડરના કર્મચારીઓને BLOની કામગીરી સોંપવા આદેશ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૂંટણી પંચે તમામ કલેકટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને શિક્ષકો ઉપરાંત તલાટી સહિતના અન્ય 12 કેડરના કર્મચારીઓને પણ BLOની કામગીરી સોંપવા આદેશ આપ્યો હતો.

ચૂંટણીમાં BLOની કામગીરીને લઈને શિક્ષકોનો વિરોધ

નોંધનીય છે કે ચૂંટણીમાં BLOની કામગીરીને લઈને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે શિક્ષકોનું કહેવું છે કે “ચૂંટણી પંચ દ્વારા BLO અંતર્ગત સર્વેની કામગીરી માટે 12 પ્રકારના વિવિધ કર્મચારીઓને આ કામગીરી સોંપી શકાય તેવો નિયમ હોવા છતા શિક્ષકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તે યોગ્ય નથી, શાળામાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકોને બોલાવીને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે તેની સીધી અસર શૈક્ષણિક કાર્ય પર પડતી હોય છે.

આ પણ વાંચો : તહેવારો પહેલા ગૃહિણીઓને મોટી રાહત, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો

Back to top button