અમદાવાદ :વાંચતા આવડતું નથી તેવું કહીને વિદ્યાર્થીને ઢોર માર માર્યો, શિક્ષક સસ્પેન્ડ
અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી એક શાળામાં સિનિયર કેજીમાં ભણતા 5 વર્ષના વિદ્યાર્થીને બેરહેમીથી શિક્ષકે ફટકાર્યા હોવાની ઘટના સામે આવી છે.વિદ્યાર્થીના વાલી દ્વારા શિક્ષકે માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા બાદ સ્કૂલ દ્વારા શિક્ષક સામે કાર્યવાહી કરવામા આવી છે.
શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો
રાજ્યમાં અવાર-નવાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ ચાંદલોડિયામાંથી સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શક્તિ વિદ્યાલયમાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા દર્શન મકવાણા નામના વિદ્યાર્થીને વાંચતા નથી આવતું તેમ કહીને શિક્ષક દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. સ્કૂલમાં શિક્ષીકાએ સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પગમાં સોટી મારીને સોર પાડી દીધા છે.
વિદ્યાર્થીને શરીરમાં ઇજાના નિશાન હોવાના વીડિયો અને ફોટો સામે આવ્યા
શિક્ષકે શિક્ષણને નેવે મૂકી એક 5 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.વિદ્યાર્થીના વાલી દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે વિદ્યાર્થીને શરીરમાં ઇજાના નિશાન હોવાના વીડિયો અને ફોટો પણ વાલી દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.જે બાદ વાલીએ ફરિયાદ કરતા તે શિક્ષકને શાળા સંચાલન દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં સીટી બસના ભાડામાં વધારો જાહેર કરાયો, જાણો કેટલો વધારો થયો
શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરાયો
વિદ્યાના ધામમાં શિક્ષક દ્વારા માસૂમ બાળક પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સિનિયર કેજીના વિદ્યાર્થીના વાલી દ્વારા શાળા વહિવટી તંત્ર અને સંચાલકો સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. મામલાની ગંભીરતા જોઇને શક્તિ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવ્યા છે. શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
બાળકને વાંચતા ન આવડતું હોવાથી માર માર્યો
આ ઘટના અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી ખાનગી શક્તિ સ્કુલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષિય બાળક દર્શન મકવાણાને વાંચતા ન આવડતું હોવાથી ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે વાંચતા આવડતું નથી તેવું કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં નવી 11 ટીપી સ્કીમને મળી મંજૂરી, મ્યુનિસિપલને 405 પ્લોટ મળશે