ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: તાંત્રિકે એક કા ચારની લાલચ આપી ફેક્ટરી માલિક સાથે મોતનું ષડયંત્ર રચ્યું

Text To Speech
  • તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકની લૂંટ કરી હતી
  • ઝેરી પદાર્થ પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો
  • પોલીસે ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો

અમદાવાદમાં તાંત્રિક દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચે ફેક્ટરી માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકે તાંત્રિક વિધિના નામે ઝેરી પદાર્થ પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકની લૂંટ કરી હતી

તાંત્રિક વિધિ કરી લોકોને મૂરખ બનાવતા આરોપીની ઓળખ નવલસિંહ ચાવડા તરીકે થઈ છે. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભુવો કહેતો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકની લૂંટ કરી હતી અને બાદમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકનો આબાદ બચાવ થયો હતો.

પોલીસે ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચોંગોદરમાં એબીઆર કોસ્મેટિક ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજિત સિંહ રાજપૂતે ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ આપી હતી. ભુવાીએ ફેક્ટરીના માલિકને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે સનાથલ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીના માલિકની હત્યા કરી ભુવા સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો. જોકે, સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતાં તે સમયસર ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીના માલિકનો જીવ બચાવી લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાતની 40 હજાર પ્રિ-સ્કૂલો બંધ, જાણો શું છે કારણ 

Back to top button