અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: “જેવું સેટિંગ એવી નોકરી લો”, ‘પૈસા દો નોકરી લો’ પોસ્ટરો સાથે ગુજ. યુનિ ખાતે વિરોધ; પોતાના મળતીયાઓને નોકરી અપાવવાનો NSUIનો આક્ષેપ

Text To Speech

27 ડિસેમ્બર 2024 અમદાવાદ; શહેરની ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિમાં થતા ગડબડ ગોટાળા બાબતે આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. NSUI નો આક્ષેપ હતો કે યુનિવર્સિટીમાં પોતાના લાગતા વળગતા મળતીયાઓને જ નોકરી આપવામાં આવે છે. ખરેખર લાયકાત ધરાવતા લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મોટા પ્રકારનું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેવા આવેદન સાથે યોગ્ય તપાસ કરી આવા લાગતા વળગતા લોકોને નોકરીમાંથી બરખાસ્ત કરી લાયકાત ધરાવનાર લોકોને નોકરી આપવામાં આવે અને ખાલી પડેલી જગ્યાઓમાં નવી ભરતી મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

વિભાગનો વડો નક્કી કરે છે,એને જ નોકરી મળે છે
NSUI કાર્યકર્તા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ વિભાગોની અંદર 300થી વધારે લોકો જોબ ટ્રેની તરીકે ફરજ બજાવે છે. છતા પણ કુલપતિ દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવાતો નથી, છેલ્લા 3 વર્ષનું જોઇએ તો જોબ ટ્રેનીની અંદર જે વર્ષોથી ચાલી આવતા લોકો છે એ જ લોકો છે. એનું મુખ્ય કારણ એ છે કે જે તે વિભાગના વડા હોય, એ જે નક્કી કરે છે, જેમનું નામ આપે છે એમનું જ નામ ફાઇનલ કરવામાં આવે છે. જેથી આમાં મોટા પ્રમાણમાં સેટિંગ થયેલું હોય એવું અમને દેખાય છે.

લાયકાત જોઈ નોકરી આપવામાં આવે: NSUI
NSU એ માંગણી કરતા કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ આવી રીતે ગડબડ કરનારા તમામ લોકોની મંજૂરી રદ કરવામાં આવે અને આવનાર દિવસોની અંદર એક કમિટીની રચના કરી અને જે લોકો જોબ ટ્રેની લેવાના છે. એની અંદર એમની લાયકાત જોઈ, એમનું ઇન્ટરવ્યૂ લઈ અને પછી નોકરી આપવામાં આવે, જેથી સામાન્ય અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ અહીંયા નોકરી કરી શકે અને તેને રોજગાર મળી રહે

જોકે કુલપતિ દ્વારા તમામને HOD વિભાગીય વડાને નોટિસ જાહેર કરી 3 દિવસની અંદર રિપોર્ટ આપવાની બાહેધરી આપવામાં આવી છે.

Back to top button