અમદાવાદ: સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વાઇરલ ઈન્ફેક્શન સાથે સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધ્યા
- સોલા સિવિલ હોસ્પિટલમાં આ એક મહિનામાં ડેન્ગ્યુના 319 શંકાસ્પદ કેસ
- માર્ચ મહિનામાં 5,860 વાઇરલ ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા
- સ્વાઇન ફલૂના 30 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા
અમદાવાદની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વાઇરલ ઈન્ફેક્શન સાથે સ્વાઇન ફ્લૂના દર્દીઓ વધ્યા છે. જેમાં સોલામાં મહિનામાં તાવ, શરદીના 5,860 દર્દી સારવાર હેઠળ છે. તેમજ સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે 30 કેસ, 10 પોઝિટિવ છે. સોલા સિવિલમાં માર્ચ મહિનામાં સ્વાઇન ફલૂના 30 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનું જોર વધવાની શકયતા, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
સોલા સિવિલ હોસ્પિટલમાં આ એક મહિનામાં ડેન્ગ્યુના 319 શંકાસ્પદ કેસ
માર્ચ મહિનાની વાત કરીએ તો, સોલા સિવિલ હોસ્પિટલમાં આ એક મહિનામાં ડેન્ગ્યુના 319 શંકાસ્પદ કેસ હતા, જે પૈકી 4નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, મેલેરિયામાં એક મહિનામાં 836 શંકાસ્પદ કેસમાં દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી છે, એ જ રીતે ચિકનગુનિયાના લક્ષણો સાથે 37 દર્દીઓ નોંધાયા છે. ઝાડા-ઊલટીના કેસો પણ વધ્યા છે, આ સપ્તાહે ગરમીના કારણે આ કેસ વધીને 21 થયા છે, અગાઉના સપ્તાહમાં 14 જેટલા કેસ હતા, એક મહિનામાં ઝાડા-ઊલટીને લગતા 43 કેસ આવ્યા છે. આ ઉપરાંત વાઇરલ હિપેટાઇટિસના 15 અને ટાઇફોઇડના 56 કેસમાં દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં જાતિય પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો
માર્ચ મહિનામાં 5,860 વાઇરલ ઈન્ફેક્શનના કેસ
શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલોમાં તાવ, ખાંસી, શરદી સહિત વાઇરલ ઈન્ફેક્શનના કેસ સતત જોવા મળી રહ્યા છે, સોલા સિવિલમાં આ સપ્તાહે દર્દીઓ થોડાક ઘટીને સપ્તાહમાં નવા 1,216 કેસ નોંધાયા છે, અગાઉના સપ્તાહે વાઇરલ ઈન્ફેક્શનના 1,572 કેસ હતા, આમ બે સપ્તાહમાં 2,788 જ્યારે માર્ચ મહિનામાં 5,860 વાઇરલ ઈન્ફેક્શનના કેસમાં દર્દીઓને સારવાર આપવી પડી છે. બીજી તરફ સ્વાઇન ફ્લૂએ ફરી માથું ઊંચક્યું છે, સોલા સિવિલમાં માર્ચ મહિનામાં સ્વાઇન ફલૂના 30 શંકાસ્પદ દર્દી સારવાર માટે આવ્યા છે, જે પૈકી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.