અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: શેલામાં પત્ની પર શંકા કરતા ગળું દબાવીને હત્યા બાદ પોતે ગળે ફાંસો મૃત્યુને ભેટ્યો; આક્રમક સ્વભાવે પરિવાર બરબાદ કર્યો

Text To Speech

27 માર્ચ 2025 અમદાવાદ; શેલા વિસ્તારમાં આવેલા ગોધાવી ગામની સીમમાં રહેતા યુવકે પોતાના આક્રમક સ્વભાવના કારણે પત્ની ઉપર શંકા કરી પોતાના ઘરમાં જ ગળું દબાવી હત્યા કર્યા બાદ સીલીંગ ફેન ઉપર લટકી જઈ આત્મહત્યા કરી છે. જે બાબતની જાણ સાણંદ પોલીસને થતા પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

પિતા સાથે ઝઘડો કર્યો, પત્નીની હત્યા બાદ આત્મહત્યા કરી
અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સાણંદ તાલુકાના ગોધાવી ગામની સીમ સ્પોર્ટસ સંકુલ ગ્રાઉન્ડ શેલા ખાતે રહેતા વિક્રમસિંહ સુખવીર સિંહ રાજપુત (28 વર્ષ) તેના પિતા સુખવીરસિંહ રાજપૂત અને તેની પત્ની ગૌરી વિક્રમસિંહ રાજપૂત (24 વર્ષ) સાથે રહેતો હતો. વિક્રમસિંહનો સ્વભાવ ખૂબ જ આક્રમક હતો. અને પોતાની પત્ની ગૌરી ઉપર અગમ્ય કારણોસર શંકાઓ કરતો હતો અને અવારનવાર મારઝૂડ કરતો હતો. તેમના 73 વર્ષે વૃદ્ધપિતા તેને આ બાબતે સમજાવતા તેની સાથે પણ ઝઘડો કરતો હતો. જોકે આત્મહત્યા કરતા પહેલા 23 માર્ચના રોજ વિક્રમસિંહે તેના પિતા સુખવીર સિંહને બટકું ભર્યું હતું જેથી સુખવીરસિંહ ઘર છોડીને બીજા રહેવા ગયા હતા.

 

પિતા ઘરે પહોંચ્યા અને પુત્ર, પત્નીને મૃત હાલતમાં જોયા
ડીવાયએસપી રાણાએ વધુમાં જણાવ્યું હતું કે 25 માર્ચના રોજ સવારે પિતા સુખવીરસિંહે વિક્રમસિંહના ઘરે જઈને જોયું તો ગૌરીબેનના માથા અને મોઢામાંથી લોહી નીકળતું હતું અને મૃત હાલતમાં બિસ્તર ઉપર પડ્યા હતા. અને બાજુના રૂમમાં જઈને જોયું તો તેમનો દીકરો વિક્રમસિંહ પણ સીલીંગ ફેન ઉપર દુપટ્ટા વડે લટકી જઈ આત્મહત્યા કરી મૃત હાલતમાં પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા સાણંદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી જે બાદ તપાસ કરતા ફોરેસ્ટિક રિપોર્ટના આધારે આ તમામ વિગતો સામે આવી છે.

 

સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ પતિ પત્નીનું લગ્નજીવન 11 વર્ષથી ચાલતું હતું અને તેમની વચ્ચે તેમનું એક 3 વર્ષનું સંતાન પણ હતું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તેમનું સંતાન પણ તે ઘરમાં હાજર હતો હાલ તેમના બાળકની જવાબદારી તેમના પિતા સુખવીરસિંહને આપવામાં આવી છે.

Back to top button