ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: કોલેજમાં એક મહિનામાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિદ્યાર્થીઓને રિફંડ પોલિસીનો મળશે લાભ

  • UGCએ જણાવ્યું છે કે નિયમો ન પાળનારી સંસ્થા સામે માન્યતા રદ સુધીના પગલાં ભરાશે
  • પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી પરત આપવાની રહેશે
  • યુજીસી સુધી ફરિયાદો પહોંચતા બેઠકમાં આ નિર્ણય લેવાયો

અમદાવાદમાં કોલેજમાં એક મહિનામાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિદ્યાર્થીઓને રિફંડ પોલિસીનો લાભ મળશે. તેમાં વિદ્યાર્થીને 100 ટકા ફી પરત મળશે. UGC દ્વારા વર્ષ-2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને કોલેજો ફી પરત આપતી ન હોવાથી હાલાકી પડતી હતી. તેમાં UGCએ જણાવ્યું છે કે નિયમો ન પાળનારી સંસ્થા સામે માન્યતા રદ સુધીના પગલાં ભરાશે.

આ પણ વાંચો: ગુજરાત: સેલ્ફ-ડ્રાઇવ કાર ભાડે આપતા લોકો માટે ચોંકાવનારા સમાચાર 

30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી પરત આપવાની રહેશે

ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી તેમજ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વર્ષ-2024-25 માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ છે. UGC દ્વારા યુનિ.કોલેજોને તાકીદ કરી છે કે, 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી પરત આપવાની રહેશે. એટલું જ નહી, 31 ઓક્ટોબર સુધી બેઠક છોડનાર વિદ્યાર્થીની માત્ર રૂ.1 હજાર પ્રોસેસિંગ ફીના કાપવાના રહેશે, એ સિવાયની તમામ ફી પરત આપવાની રહેશે.

યુજીસી સુધી ફરિયાદો પહોંચતા બેઠકમાં આ નિર્ણય લેવાયો

પ્રવેશ સમયપત્રક કેટલીક યુનિ.ઓમાં ફેરફાર પણ થતાં હોય છે. આથી પ્રવેશ લીધાના 1 મહિનામાં જે વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તેને 100 ટકા ફી પરત કરવાની યુજીસી દ્વારા તાકીદ કરાઈ છે. ઘણી કોલેજો દ્વારા પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીઓને ફી પરત કરાતી ન હોવાની ફરિયાદો ઉઠતા યુજીસી દ્વારા જાહેર નોટીસ ઈશ્યૂ કરવામાં આવી છે. યુજીસીએ એમ પણ કહ્યું છે કે, કોઈ કોલેજ 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાના ચાલુ રાખે તો, પ્રવેશની અંતિમ તારીખથી 15 દિવસ પહેલા અરજી કરનાર વિદ્યાર્થીઓની 100 ટકા ફી પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરવા છતાં પણ તેમને ફી પરત કરવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, કોલેજોની આ પ્રકારની હરકતોને લઈ યુજીસી સુધી ફરિયાદો પહોંચતા ગત તા. 15મી મેના રોજ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

Back to top button