અમદાવાદ : પોલીસ પર પથ્થરમારો, ચાઇના ગેંગના લીડરને બચાવવા માટે સાગરીતોએ કર્યો હુમલો
અમદાવાદ પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતો દ્વારા હુમલો કરવામા આવ્યો છે. હુમલાની આ ઘટનામા એક પોલીસને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે.
અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમા આજે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામા આવ્યો હતો. આ પથ્થરમારામાં શાહીબાગ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ ઘટનામા પથ્થરમારો કરનારા ઈસમો સામે કાર્યવાહી કરતા પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.
ચાઇના ગેંગના લીડરને બચાવવા કરાયો હુમલો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણેકે પોલીસનો કોઈ ખોફ નો હોય તેમ અસામાજીક તત્વો આતંક મચાવી રહ્યા છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં લોકોની રક્ષા કરનારી પોલીસ જ અસામાજિક તત્વોથી સુરક્ષિત નથી તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે.શહેરના પૂર્વ વિસ્તારમાં ચાઇના ગેંગનો ખૂબ આતંક છે. આ ગેંગનો મુખ્ય સાગરીત પકો અગાઉ એક પોલીસ કર્મચારી પર હુમલાના પ્રકરણમાં સામેલ હતો. જેને પકડવા માટે પોલીસ શાહીબાગ વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે પોતાના લીડરને બચાવવા માટે તેના સાગરીતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી.જે બાદ પોલીસે તાત્કાલિક કંટ્રોલની જાણ કરી અને વધુ સ્ટાફ મંગાવ્યો હતો. અને હુમલામાં સામેલ 8 શખસોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ પર પથ્થરમાની આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ : જાહેરમાં ગંદકી કરવા બદલ પેલેડિયમ મોલને ફટકારાયો દંડ