અમદાવાદ, 31 જુલાઈ 2024 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર કરેલા નિવેદન બાદ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કોંગ્રેસના પ્રગતિ આહિર સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રગતિ આહિરે સેશન્સ કોર્ટે આગોતા જામીનની અરજી ફગાવતા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે તેમના આગોતરા જામીનની અરજી મંજૂરી કરી હતી. સાથે 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજરી આપવા જણાવ્યું હતું.
અગાઉ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી
કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા
પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા હવે હાઈકોર્ટ પહોંચ્યા છે. આ ઘટનામાં જે વકીલ દ્વારા અગાઉ કોંગ્રેસના પાંચ કાર્યકરોને જામીન મળ્યા હતા, તે જ વકીલ હૃદય બૂચ જ પ્રગતિની અરજી ઉપર રજૂઆત કરી હતી.સરકારી વકીલે આ આગોતરા જામીન અરજી સામે વિરોધ કરતા જણાવ્યું હતું કે,આરોપીનું નામ પોલીસ ફરિયાદમાં છે.ઘટનાની વીડિયોગ્રાફીમાં આરોપીનો રોલ સ્પષ્ટ થાય છે. કોર્ટે આરોપીને 5 તારીખે એલિસબ્રિજ પોલીસ મથકે હાજર થવાનો હુકમ કરી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
આ પણ વાંચોઃદિલ્હીમાં કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન, ગુજરાતની 150થી વધુ મહિલાઓ જોડાશે