અમદાવાદ: સોલા હોસ્ટેલમાં 16 વર્ષના સગીરનું આપઘાતથી મોત

અમદાવાદ: એસજી હાઇવે પર સોલા ઉમિયા કેમ્પસમાં આવેલા જે. એસ. પટેલ (આજોલ) બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર તુષાર દોલતભાઈ પટેલે આપઘાત કર્યો છે. સોલા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મોત નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સગીરના આપઘાત પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.
મૃતક આર.સી. ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો. ગઈકાલે (13 ઓગસ્ટ) આ ઘટના બની હતી.
મૂળ દેત્રોજના ગીતાપુર ગામના રહેવાસી તુષાર એક દિવસ પહેલાં જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો. દોઢ મહિના પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું.
પોલીસ તપાસ ચાલુ છે. કારણ અંગે વધુ માહિતી મળતાં જ વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં બન્યું ડિપ્રેશન, આટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, તટીય રાજ્યોમાં ભારે પવન ફુંકાશે











