અમદાવાદ: ગીતામંદિર પાસેથી 2 કરોડથી વધુનું MD ડ્રગ્સ જપ્ત
અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સનો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થયો છે.ગીતામંદિરથી SOGએ આરોપીની ધરપકડ કરી છે, આરોપીઓની પાસેથી 2 કરોડ 35 હજાર એમડી ડ્રગ્સ મળી આવી છે.
2 શખ્સોની અટકાયત, 1 આરોપી વોન્ટેડ
અમદાવાદ શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડના એક્ઝિટ ગેટ પાસે SOGની ટીમ બાતમીના આધારે વોચમાં હતી, ત્યારે એસટી બસમાં આવેલા 2 શખ્સોની અટકાયત કરી હતી, જેમાં મહેશ ઉર્ફે વિજય રામ સહાયની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 કરોડ 35 હજારનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. બીજી તરફ આ કેસમાં એક આરોપી વોન્ટેડ છે. પોલીસને બાતમીના આધારે આખું ઓપરેશન હાથ ધર્યું અને કરોડોનું ડ્રગ્સ હાથમાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા
પોલીસ કે આ લોકો ઉત્તર પ્રદેશના છે અને તેઓ અમદાવાદમાં ડ્રગ્સ ડિલિવરી કરવા માટે આવ્યા હતા તેઓની પાસેથી બેગમાં નાના-નાના ઝીપરમાં એમડી ડ્રગ્સનો જથ્થો હતો. આ ડ્રગ્સ અમદાવાદ તેમજ અલગ અલગ શહેરમાં ડિલિવરી આપવાની હતી, ત્યારે અમદાવાદ શહેરમાં મોટાપ્રમાણમાં ડ્રગનું ડિલિવરી ઘુસાડાયું હોય, ત્યારે ડ્રગ મોટાપાયે ચાલતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે આવનારા સમયમાં આ રેકેટમાં કોના કોના તાર ક્યાં સુધી પહોંચે છે તે તપાસ એજન્સી માટે મહત્વનો પડકાર છે.