અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

90ના દશકની મહિલા બુટલેગર કેવી રીતે બની ડ્રગ્સ ડીલર ?

Text To Speech

અમદાવાદમાંથી કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર ઝડપાઈ છે. 1990ના દશકની મહિલા ગુનેગાર SOGના સકંજામાં આવી ગઈ છે. ડોન લતીફના સમયે દારૂથી ગુનાખોરી પ્રવેશ કરનાર મહિલા બુટલેગર હવે અમદાવાદની ડ્રગ્સ માફિયા બની ગઈ છે.

Amina Banu
Amina Banu

SOG કસ્ટડીમાં જોવા મળતી મહિલા આરોપી અમીના બાનું ઉર્ફે ડોન અને તેનો સાગરીત સમીર બોન્ડ છે. 31 ગ્રામ એમડી ડ્રગ્સના રૂ 3.31 લાખના જથ્થા સાથે આ આરોપીને કાલુપુરમાંથી SOGએ ધરપકડ કરી . પકડાયેલ અમીનાબાનુ શહેરમાં ડ્રગ્સ ડીલર તરીકે નેટર્વક ચલાવતી હતી. જેમાં 100થી વધુ ડ્રગ્સ પેડલરો અમીનબાનુના સંપર્કમાં હતા. SOG ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે, અમીનાબાનુ કોડ વર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સનું વેચાણ કરતી હતી. ડ્રગ્સ ખરીદવા આવનાર ગ્રાહક કે, પેડલરો મન્ચુરિયન કે, માલ નામના જુદા જુદા કોડ વર્ડ દ્વારા ડ્રગ્સ ખરીદતા હતા. આ ઉપરાંત અમીનાબાનુ નો સાગરીત સમીર ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. અને છેલ્લા 2 થી 3 વર્ષથી ડ્રગ્સનું નેટવર્ક ધમધમી રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું.

90ના દશકની મહિલા બુટલેગર બની ડ્રગ્સ ડીલર

અમીનાનું મુંબઈના ડ્રગ્સ માફિયા સદાબ બટાકા અને અફાક બાવા સાથે કનેક્શન હોવાનું ખુલ્યું છે. અમીના બાનુ ઉર્ફે ડોનના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 1980થી 1990 દરમ્યાન અમીના બાનું દારૂનો ધંધો કરતી હતી અને ત્યાર બાદ 2002માં ડ્રગ્સનો ધધો શરૂ કર્યો. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે NDPSના ગુનામાં ધરપકડ કરતા અમીનાંબાનુને 10 વર્ષની સજા થઈ હતી. જેલમાં સજા ભોગવ્યા બાદ છૂટીને ફરી એક વખત દારૂના ધધો શરૂ કર્યો. અને તેની વિરુદ્ધ દારૂને લઈને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 7 થી વધુ ગુના નોંધાયા છે. તેના સાગરીત સમીરનો પણ ગુનાહિત ઇતિહાસ છે તે દારૂ, ડ્રગ્સ અને ચેઇન સ્નેચિંગ 30થી વધુ ગંભીર ગુનામાં પકડાયો હતો. સમીર અગાઉ રીક્ષા ચલાવતો હતો. પરંતુ ડ્રગ્સની લત લાગતા તે અમીના સાથે આ ડ્રગ્સના વેચાણમાં જોડાયો. તપાસમાં અમીનાબાનુ પણ ડ્રગ્સ લેતી હોવાનું ખુલ્યું છે.

ડ્રગ્સ ડીલર અમીનાબાનું મુંબઈથી ડ્રગ્સનો માલ મંગાવતી હતી અને મુંબઈથી વડોદરા મારફતે આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં લાવતી હોવાનું ખુલ્યું છે. આરોપીના નેટવર્કમાં રખિયાલના ઇસ્માઇલ બાટલીના કનેક્શન સામે આવ્યું છે. આ ઇસ્માઇલ સહિત 100 થી વધુ ડ્રગ્સ પેડલરનું નામ સામે આવતા SOGએ ઇસ્માઇલ બાટલી અને અન્ય ડ્રગ્સ પેડલરોની શોધખોળ શરૂ કરી.

Back to top button