ગુજરાત

અમદાવાદ: બે કરોડના ખર્ચે સ્માર્ટ વીજપોલ લગાવ્યા, પણ હાલ બંધ

Text To Speech
  • CG રોડ પર લગાવેલા સ્માર્ટ પોલ શોભાના ગાંઠિયા
  • ચીનની એક કંપની પાસેથી વીજપોલ મંગાવાયા હતા
  • સ્માર્ટ પોલ ટેક્નિકલ કારણોસર બંધ છે – મેયર

અમદાવાદ AMC દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે CG રોડ પર લગાવવામાં આવેલા 19 ચાઇનીઝ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પોલ હવે ‘શોભાના ગાંઠિયા’ બની ગયાં છે. મ્યુનિ. તંત્રની બેદરકારીને કારણે બે વર્ષ પહેલાં લગાવેલા આ સ્માર્ટ પોલ હાલ બંધ છે.

આ પણ વાંચો: ગુજરાત: ખાણ-ખનિજ માફિયાઓ પર તંત્રએ કરી લાલ આંખ 

ચીનની એક કંપની પાસેથી વીજપોલ મંગાવાયા હતા

સ્ટ્રીટ લાઈટની સાથે વાહન તેમજ મોબાઈલ ચાર્જિંગ, સીસીટીવી, ડિસ્પ્લે સહિતની સુવિધાઓથી સજ્જ આ સ્માર્ટ પોલ પૈકી મોટાભાગના પોલ બંધ હાલતમાં છે. આ સ્માર્ટ પોલમાં કોઈપણ સ્થળે ચાર્જિંગ થતું નથી, સ્પીકર વાગતા નથી અને પોલ પણ કટાયેલી હાલતમાં છે. અગાઉ, આ પોલની તમામ જાણકારી ચાઈનીઝ કંપની પાસે જતી હોવાથી ચીનની કંપની સાથે કરાર રદ કરી હવે ભારતીય સોફ્ટવેરના ઉપયોગ કરવાની કવાયત હાથ ધરાઈ હતી. મેયરે જણાવ્યું હતું કે, સ્માર્ટ પોલ ટેક્નિકલ કારણોસર બંધ છે, ચાલુ કરવા સૂચના આપીશું.

આ પણ વાંચો: અમદાવાદ-હરિદ્વાર ટ્રેનને આ શહેર સુધી લંબાવવાનો રેલવેએ નિર્ણય કર્યો

બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ વીજપોલ મંગાવાયા

CG રોડને હાઈટેક બનાવવા વર્ષ 2021માં ચીનની એક કંપની પાસેથી બે કરોડના ખર્ચે 19 સ્માર્ટ વીજપોલ મંગાવાયા હતા. વાહન ચાર્જિંગની સુવિધાથી સજ્જ 12 નાના પોલ ફૂટપાથ પર લગાવવામાં આવ્યા છે. તમામ સ્માર્ટ પોલમાંથી 7 પોલ 10 મીટર ઊંચા, જ્યારે 12 પોલ 4 મીટર ઊંચા છે.

આ પણ વાંચો: સુરત જિલ્લાના તંત્રની બેદરકારીથી રોજનું લાખો ગેલન પાણી બરબાદ 

સ્માર્ટ સ્ટ્રીટ પોલની સુવિધાઓ

સ્ટ્રીટ પોલ (10 મીટરની ઊંચાઈ) : વાઈફાઈ રાઉટર, 20 વોટની સ્પોટ લાઈટ, CCTV કેમેરા, 30 વોટનું પીએ સ્પીકર, બિલ બોર્ડ ડિસ્પ્લે. સ્ટ્રીટ પોલ (4 મીટરની ઊંચાઈ) : વાઈફાઈ રાઉટર, 30 વોટ LED લાઈટ, PTZ કેમેરા, 30 વોટ PA સ્પીકર, USB ચાર્જિંગ સોકેટ, ઈલેક્ટ્રિક કાર-સ્કૂટર ચાર્જિંગ સોકેટ, બિલ બોર્ડ ડિસ્પ્લે, ઈમર્જન્સી પુશ બટન.

Back to top button