અમદાવાદ: બોપલમાં જ્વેલરી લૂંટના મામલે થયો ચોંકાનવારો ખુલાસો
- શાલીગ્રામ પ્રાઇમ એપાર્ટમેન્ટ સ્થિત કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઇ
- ચાર લાકોએ હથિયાર બતાવીને 73 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ કરી
- કેસમાં ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ
અમદાવાદના બોપલમાં જ્વેલરી લૂંટના મામલે ચોંકાનવારો ખુલાસો થયો છે. જેમાં લૂંટારૂઓ માત્ર ડિસ્પ્લેમાં મુકેલા દાગીના લૂંટતા રૂ.4.80 કરોડનું સોનું બચી ગયું છે. શહેરના સાઉથ બોપલમાં મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમ એપાર્ટમેન્ટ સ્થિત કનકપુરા જ્વેલર્સ નામની શોપમાંથી ગુરૂવારે બપોરના સમયે ચાર લાકોએ હથિયાર બતાવીને 73 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી.
કેસમાં ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ
આ કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ જોડાઇ છે. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ એવી લૂંટારૂઓ જ્યારે આવ્યા ત્યારે દુકાનમાં રૂપિયા 4.80 કરોડ રૂપિયાના સોનાના દાગીના પણ હતા. પરંતુ, લૂંટારૂઓએ માત્ર ડિસ્પ્લેમાં રહેલા દાગીનાની લૂંટ કરતા ડ્રોઅરમાં મુકેલા કરોડો રૂપિયાના દાગીના લૂંટાતા બચી ગયા હતા.
કુલ રૂપિયા 73 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં ગુરૂવારે બપોરના સમયે ચાર લૂંટારૂઓએ હથિયાર સાથે આવીને દુકાનના માલિક ભરત લોઢિયા અને મનોજ મકવાણાને જાનથી મારી નાખવાની ધમકી આપીને હાથ બાંધીની ઓફિસમાં પુરી દીધા બાદ કુલ રૂપિયા 73 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે, અમદાવાદનું તાપમાન જાણો કેટલુ પહોચશે