ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

  • રાજસ્થાન હોસ્પિટલના સંચાલકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો
  • હોસ્પિટલમાં દાખલ 106 જેટલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા
  • બેઝમેન્ટ-1 અને બેઝમેન્ટ-2માં વેન્ટિલેશન માટેની કોઈ પણ વ્યવસ્થા નથી

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટના AMCએ શો-કોઝ નોટિસ ફટકારી છે. તેમાં BUમાં ફક્ત પાર્કિંગની મંજૂરી છે. તથા બેઝમેન્ટ-1,2માં વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નથી. તેમજ હોસ્પિટલના સંચાલકોએ નિયમોની ‘ઐસી તૈસી’ કરીને પાર્કિંગમાં શીટ, ગાદલાં, સામાન મૂક્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક માટે હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી 

રાજસ્થાન હોસ્પિટલના સંચાલકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના સંચાલકોએ નિયમોની ‘ઐસી તૈસી’ કરીને બેઝમેન્ટમાં પાર્કિંગના બદલે ગાદલાં, શીટ, વગેરે સામાન મૂકવાને કારણે સર્જાયેલી આગની ઘટના મામલે AMC દ્વારા રાજસ્થાન હોસ્પિટલના સંચાલકોને શો કોઝ ફટકારવામાં આવી છે. બેઝમેન્ટમાં ફક્ત પાર્કિંગની જ પરમીશન હોવા છતાં ગાદલા, શીટ સહિતનો સામાન શા માટે મૂકવામાં આવ્યો હતો તે અંગે રાજસ્થાન હોસ્પિટલના સંચાલકો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રાજસ્થાન હોસ્પિટલને આપવામાં આવેલ BUમાં ફક્ત પાર્કિંગની પરમીશન આપવામાં આવેલી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ

હોસ્પિટલમાં દાખલ 106 જેટલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા

રાજસ્થાન હોસ્પિટલમાં બેઝમેન્ટ-1 અને બેઝમેન્ટ-2માં વેન્ટિલેશન માટેની કોઈ પણ વ્યવસ્થા નથી. બેઝમેન્ટમાં ગાદલા, શીટ જેવા મૂકાયેલા સામાનમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ 106 જેટલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. AMC દ્વારા અપાયેલ નિયમ મુજબ બેઝમેન્ટમાં માત્ર વાહનો પાર્ક કરી શકાય. આ શેડ બનાવવા માટેની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ ? બેઝમેન્ટમાંથી ધુમાડો બહાર નીકળવા માટે થઈ અને વેન્ટિલેશનની જરૂરિયાત હોય પરંતુ આગળ મોટો શેડ બનાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ધુમાડો ઝડપથી બહાર નીકળી શક્યો નહોતો અને સાઈડમાંથી ધુમાડો નીકળ્યો હતો. જેને લઇને પણ અને એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયા છે.

Back to top button