ગુજરાત

અમદાવાદ: 1800 કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા

Text To Speech
  • આ કેસમાં અત્યારસુધીમાં 27 જેટલા આરોપીઓ ઝડપાયા
  • દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાડયો હોવાનું સામે આવ્યું
  • આરોપીઓ દુબઇ બેસી અબજો રૂપિયાનો ઓનલાઇન સટ્ટો રમાડે છે

અમદાવાદના 1800 કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં દુબઈ બેઠેલા ‘મહાદેવ બુક’ના બુકીઓ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. ત્યારે ઘોડા છૂટી ગયા બાદ EDના તબેલાને તાળાં મર્યા જેવો ઘાટ છે. ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં અત્યારસુધીમાં 27 જેટલા આરોપીઓ પકડાયા છે. તથા મોટા માથાઓ વિદેશમાં છુપાઇ ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બંટી-બબલી સક્રિય, રૂ.25 લાખની લૂંટ કરી ગાયબ 

દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાડયો હોવાનું સામે આવ્યું

માધુપુરામાંથી ઝડપાયેલ 1800 કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં અત્યારસુધીમાં 27 જેટલા આરોપીઓ પકડાયા છે. પરંતુ આ સટ્ટાકૌભાંડના મુખ્ય આરોપી મહાદેવ બુકના બુકી સૌરભ ચંદ્રાકર અને રિપલ ઉપ્પલ બન્ને દુબઇ બેસીને હાલમાં પણ અબજો રૂપિયાનો ઓનલાઇન સટ્ટો રમાડે છે. આ વચ્ચે ઇડી દ્વારા બન્ને બુકીઓને પકડવા માટે રેડકોર્નર નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. આ બન્ને આરોપીઓએ ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનો સટ્ટો રમાડયો હોવાનું ઇડીના ધ્યાને આવતા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારો સમયે જ રેશનિંગ અનાજની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ 

આ કેસમાં અત્યારસુધીમાં 27 જેટલા આરોપીઓ ઝડપાયા

અમદાવાદ પીસીબીની ટીમ દ્વારા ગત, માર્ચ મહિનામાં CP ઓફિસથી એક કિલોમિટર દૂર સુમેલ બિઝનેસ પાર્ક-6માં રેડ પાડીને રાજ્યના સૌથી મોટા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડ ઝડપી પાડયુ હતુ. જેમાં 7 મોબાઇલ, 193 સીમકાર્ડ, 3 લેપટોપ, 536 ચેકબુક, 83 કંપનીના સિક્કા, 14 POS મશીન, 538 ડેબિટ કાર્ડ, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને 7 પાનકાર્ડ પોલીસે જપ્ત કર્યા હતા. જો કે, તપાસમાં ગેરરિતી થતી હોવાની ચર્ચાને પગલે DGએ પીસીબી પાસેથી તપાસ આંચકી લઇને SMCને સોંપી હતી. જે બાદ આ કેસમાં અત્યારસુધીમાં 27 જેટલા આરોપીઓ ઝડપાયા છે.

Back to top button