ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: વિદેશમાં વિઝા અને નોકરીના બહાને લોકો સાથે છેતરપિંડી

  • 15 દિવસમાં વિઝા આવી જશે તેવી લાલચ આપી હતી
  • વિઝા અને નોકરીની લાલચ આપી મહિલાએ રૂપિયા બે લાખ પડાવ્યા
  • ગોમતીપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરમાં વિદેશમાં વિઝા અને નોકરીના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં શહેરના ગોમતીપુરમાં સિંગાપોરના વિઝા અને નોકરીની લાલચ આપી મહિલાએ રૂપિયા બે લાખ પડાવ્યા છે. ગુજરાતમાં વિદેશમાં વિઝા અને નોકરીના બહાને લોકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે, તેમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે.

ગોમતીપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે ગોમતીપુરમાં રહેતા શ્રમજીવીને સિંગાપોરના વિઝા અને નોકરીની લાલચ આપીને મહિલાએ રૂપિયા બે લાખ પડાવ્યા હતા. તેમાં 15 દિવસમાં વિઝા અને બે ત્રણ દિવસમાં નોકરીની લોગીન આઇડી આવી જવાની વાત કરી હતી.જેમાં ત્રણ મહિના સુધી કોઇ કામગીરી ન થતાં મહિલાએ યુવકનો મોબાઇલ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3 મહિના સુધી કામ ન થતાં ફોન ઉપાડયો નહીં

ગોમતીપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને વિદેશ જવાનું હોવાથી સંબંધી મહિલાને વાત કરી હતી. ત્યારબાદ મહિલા તેમની સોસાયટીમાં રહેતા હોવાથી ઘરે ગયો હતો, તે સમયે તેઓએ તેમની બહેનપણી આરોપી મહિલા વિદેશમાં નોકરી અપાવવાનું કામ કરતા હોવાની વાત કરી હતી જેથી સબંધી મહિલા પાસેથી આરોપી મહિલાનો ફોન નંબર લઇને વાતો કરી હતી. જેથી આરોપી મહિલાએ સિંગાપોરમાં નોકરી છે તમારે ત્યાં જવા ત્રણ લાખ આપવા પડશે. જેમાં બે લાખ એડવાન્સ અને બાકીના વિઝા આવ્યા બાદ આપવા પડશે.

મહિલાએ રૂપિયા પરત આપવાનું કહીને એક યુવક પાસે ચેક મોકલ્યો

જેથી યુવકે રૂપિયા 2 લાખ ટુકડે-ટુકડે આપ્યા હતા બાદમાં પાસપોર્ટ કઢાવીને ડોક્યુમેન્ટ મહિલાને મોકલ્યા હતા. જેને લઇને આરોપી મહિલાએ 15 દિવસમાં વિઝા આવી જશે અને બે-ત્રણ દિવસમાં નોકરીની લોગીન આઇડી પણ આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્રણ મહિના થવા છતા પણ વિઝા કે આઇડી આવી ન હતી અને મહિલાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. ત્યારબાદ મહિલાએ રૂપિયા પરત આપવાનું કહીને એક યુવક પાસે ચેક મોકલ્યો હતો. જે બેન્કમાં ભરતા રિર્ટન થતાં ઠગાઇની જાણ થઇ હતી.

આ પણ વાંચો: વડોદરા: PM Modi અને સ્પેનના વડાપ્રધાન આજે એરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે

Back to top button