અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ મૃતપાય થયેલી VS હોસ્પિટલને બચાવો; ‘get well soon AMC save VS hospital’ના પોસ્ટરો અને ગુલાબનાં ફૂલ સાથે વિરોધ

11 ડિસેમ્બર 2024 અમદાવાદ: શહેરના એલિસ બ્રિજ ખાતે આવેલા ટાઉનહોલ ચાર રસ્તા પાસે અમદાવાદ શહેર કોંગ્રેસના ધારાસભ્યો કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં મૃતપાય થયેલી વીએસ હોસ્પિટલને બચાવવામાં આવે અને તેનું નવસર્જન કરવામાં આવે તેવી માંગણી કોર્પોરેશનના શાસકો પાસે કરવામાં આવી હતી. અને ગેટ વેલ સુન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેવ વીએસ હોસ્પિટલ જેવા પોસ્ટરો સાથે ગુલાબનું ફૂલ સાથે રાખીને ગાંધીગીરીની ભાષામાં વિરોધ કરાયો હતો.

અંગ્રેજો સામેની લડતમાં VS હોસ્પિટલનો અગત્યનો ફાળો
કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા વાડીલાલ હોસ્પિટલ એક સમયમાં ગુજરાત રાજ્યનું હાર્ટ ગણાતી હતી. જે સમયમાં અમદાવાદમાં સારી હોસ્પિટલો, તબીબો, સારવાર કેન્દ્રો ન હતા તેમજ જે સમયે અંગ્રેજો સામેની લડતમાં જે સૈનિકો ઘાયલ થતાં એવા તમામ પ્રકારના અને ગુજરાતના દરેક ખૂણામાંથી દરેક પ્રકારની સારવાર કરાવવા માટે નાના તથા મધ્યમ વર્ગના નાગરિકો અહીં આવતા હતા. અંગ્રેજો સામેની લડતમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થાય, મોટો અકસ્માત થાય ત્યારે સૌથી વધારેમાં વધારે ક્રિટિકલ કેસો તેમજ સૌથી વધુ તે સમયના અધ્યતન સાધનો, કે તે સમયના પ્રસિદ્ધ ડોક્ટરો પણ આ હોસ્પિટલમાં સેવા ખૂબ જ વ્યાજબી દરે મોટાભાગની સેવા આપતા હતા.

AIMSને પણ ટક્કર આપે તેવી હતી VS હોસ્પિટલ
કોંગ્રેસ પ્રમુખે ઉમેર્યું હતું કે એ સમયમાં માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાંથી નાગરિકો સારવાર માટે અહીં આવતા હતા. ગોલ્ડ મેડાલિસ્ટ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ થી પણ સન્માનિત એવા ડોક્ટરો આ હોસ્પિટલમાં સેવા આપતા હતા. ત્યારે આ હોસ્પિટલ માત્ર રાજ્ય માટે નહીં પણ સમગ્ર દેશ માટે આશીર્વાદ રૂપ હતી. આજે ભાજપ સરકાર AIMS હોસ્પિટલ ખોલવાની વાતો કરે છે ત્યારે AIMS હોસ્પિટલ કરતાં પણ વધારે સારી હોસ્પિટલ વીએસ હોસ્પિટલ મૃત ઉપાય પડેલી છે. જેના માટે હોસ્પિટલનાં ટ્રસ્ટીઓ અને દાતાઓ પણ હાઇકોર્ટમાં લડી રહ્યા છે. અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 75થી વધુ વેન્ટિલેટરનું વેઇટિંગ ચાલે છે. આઈસીયુમાં વેટિંઇગ ચાલે છે તેવામાં દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

VS હોસ્પિટલનું નિર્માણ કરી જનતાને સમર્પણ કરો
કોંગ્રેસ પ્રમુખ પટેલે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે એક બાજુ ખાનગી હોસ્પિટલોને જીવતે જીવતા ચીરી નાખે તેવી પરમિશનનો આપવામાં આવે છે. PMJAY યોજનામાં અધિકારીઓની મિલીભગત સામે આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રાજ્યમાં અવારનવાર થઈ રહ્યા છે. ક્યારે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે ફરીથી આ વિયસ હોસ્પિટલને અધ્યતન આધુનિક સાધનો સાથે રાજ્યના દેશ માટે નવીનીકરણ કરી સમર્પણ કરવામાં આવે

આ વિરોધમાં ધારાસભ્ય શૈલેશ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, એએમસી વિભાગ નેતા શેહઝાદ ખાન પઠાણ, પ્રવક્તા મનીષ દોશી સહિત તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ જોડાયા હતા

Back to top button